આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું - At This Time

આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું


આણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર અને એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે

આણંદ જિલ્લામાં સાયકલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલર, વિદ્યુતથી ચાલતાં વાહનો સહિતના તમામ વાહનોની લે-વેચ કરનાર, બ્રોકર, કમિશન એજન્ટ તેમજ ભાડે આપનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ જાહેરનામા દ્વારા રજીસ્ટર નિભાવવા હુકમ કરેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના વાહનો વેચનાર, લે-વેચ કરનાર, બ્રોકરો અને કમિશન એજન્ટો તેમજ ભાડે આપનાર વેપારીઓએ ગ્રાહક પાસેથી તેમજ ભાડે રાખનાર પાસેથી ઓળખના પૂરતા પૂરવા લઈને જ ખરીદ-વેચાણ-ભાડે આપવાનું રહેશે તેમજ આ અંગેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આવા વેપારીઓ, બ્રોકરો કે કમિશન એજન્ટ ગ્રાહકનું વાહન લે-વેચ માટે પોતાના કબજામાં સંભાળે ત્યારે તુરંત જ નિયત નમૂના મુજબના રજીસ્ટરમાં તેની નોંધ કરી અઘતન સ્થિતિમાં રાખવાનું રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.