રાજકોટના અનેક ઘરોમાં અંધારપટ રાત્રે 8 વાગ્યાની લાઈટ નથી, ક્યારે આવશે?; કસ્ટમર કેરે કહ્યું ટ્રાન્સફોર્મર ફેલ થયું છે, કાલે સવારે જ આવશે - At This Time

રાજકોટના અનેક ઘરોમાં અંધારપટ રાત્રે 8 વાગ્યાની લાઈટ નથી, ક્યારે આવશે?; કસ્ટમર કેરે કહ્યું ટ્રાન્સફોર્મર ફેલ થયું છે, કાલે સવારે જ આવશે


વરસાદને લીધે 15 ફીડર બંધ; નવાગામ, આમ્રપાલી, સંતોષીનગર સહિતના વિસ્તારોમાં અંધારા છવાયા.

રાજકોટમાં સોમવારે આવેલા ધોધમાર વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારના 15 જેટલા ફીડર બંધ પડી જતા અનેક ઘરોમાં અંધારપટની સ્થિતિ છવાઈ હતી. શહેરના બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવતા પોપટપરા અને કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં સોમવારે રાત્રે 8 વાગ્યે વીજળી ગુલ થઇ ગઈ હતી. વીજગ્રાહકોએ એકથી દોઢ કલાક સુધી રાહ જોયા બાદ પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરમાં ફોન કરીને ફરિયાદ કરી હતી કે રાત્રે 8 વાગ્યાની લાઈટ નથી, ક્યારે આવશે? સામે પીજીવીસીએલના કસ્ટમર કેરના કર્મચારીએ કહ્યું હતું કે, ટ્રાન્સફોર્મર ફેલ થયું છે હવે કાલે સવારે જ લાઈટ આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.