સિદ્ધપુરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી બે પુસ્તકો *"the Vohrawaads of SIDHPUR"* અને *"The Birth and Death of a Style"(the vohrawaads of sidhpur)* - At This Time

સિદ્ધપુરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી બે પુસ્તકો *”the Vohrawaads of SIDHPUR”* અને *”The Birth and Death of a Style”(the vohrawaads of sidhpur)*


સિદ્ધપુરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી બે પુસ્તકો *"the Vohrawaads of SIDHPUR"* અને *"The Birth and Death of a Style"(the vohrawaads of sidhpur)* વિશ્વ ભાષા અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરીને દુનિયાભરના પ્રવાસીઓને સિદ્ધપુરની વહોરવાડ અને જોવાલાયક સ્થળો વિશે માહિતી આપનાર અને આ બુક બનાવનાર આપણાં સિદ્ધપુરના જ એક રત્ન સમાન *"Zoyab A Kadi"* કે જેમણે ખૂબ જ મહેનતથી સિદ્ધપુરના મકાનો ના ફોટા આવનારી પેઢી જોઈ શકે એ માટે એક સુંદર ફ્રેમ રૂપી પુસ્તકમાં મઢી દીધા છે, આ બન્ને પુસ્તકો એમણે મને વિના મૂલ્યે ભેટ આપવા બદલ એમનો વંદન સહ આભાર.
આ બન્ને બુકો વિશ્વના ઘણા દેશોની લાયબ્રેરીમાં આપણાં શહેર સિદ્ધપુરની સાક્ષી રૂપે મુકાયેલી છે.
જે માટે સિદ્ધપુરના લોકોને ગૌરવ અપાવવા માટે પણ દાઉદી વ્હોરા સમાજના અને આપણાં સિદ્ધપુરના *શ્રીમાન Zoyab A Kadi* ને સલામ પણ કરવી જ જોઈએ, અને સાચે જ જીવનમાં આ બુક એકવાર જોવા જેવી તો ખરી જ કે જેમાં સિદ્ધપુરના ઘણાં જુના ઐતિહાસિક મકાનો ફોટામાં જોઈ શકીએ છીએ. જેમાના ઘણાં મકાનો વર્તમાનમાં આપણે જોઈ શકતા નથી. માટે આવનારી પેઢીઓ માટે આ બન્ને પુસ્તકો સાચે જ એક ગૌરવશાળી દસ્તાવેજ બની જ રહેવાના છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. ગ્રુપના સદસ્યોશ્રીને જ્યારે પણ આ પુસ્તકો નિહાળવા હોય તો ચોક્કસથી *સમસ્યા નિવારણ કેન્દ્ર, સિદ્ધપુર* રેલવે સ્ટેશન સામે,સિદ્ધપુર પર રૂબરૂ આવીને નિહાળી શકો છો. એટલું ચોક્કસ કહીશ કે આ પુસ્તકો જોયા બાદ આપ સિદ્ધપુરના આ ઐતિહાસિક વારસા બાબતે ચોક્કસથી ચિંતિત બનશો અને આપણાં આ ઐતિહાસિક વારસા બાબતે જાણકારી પણ મેળવશો..
એકવાર ફરી *Zoyab A Kadi* અને એમનાં પરિવારને વંદન સહ આભાર.
Thank you sir.
સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર

રિપોર્ટર:- પાટણ બ્યુરો ચીફ યોગેશ જોષી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon