વિદ્યાર્થી પરીક્ષા આપતા હશે તે તમે વેબસાઈટ પરથી લાઈવ જોઈ શકશો, સોમવારે ટ્રાયલ સફળ - At This Time

વિદ્યાર્થી પરીક્ષા આપતા હશે તે તમે વેબસાઈટ પરથી લાઈવ જોઈ શકશો, સોમવારે ટ્રાયલ સફળ


એક્ઝામ લાઈવનો ઓપ્શન અપાશે, 5 જિલ્લાની જે કોલેજ પસંદ કરશો તેના ફૂટેજ બતાવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ગિરિશ ભીમાણીએ જાહેરાત કરી હતી કે તારીખ 5 જુલાઈથી શરૂ થતી પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જાહેર જનતા પણ નિહાળી શકશે. આજથી જુદા-જુદા 50 કોર્સની પરીક્ષા લેવાશે. યુનિવર્સિટીના 51 હજાર વિદ્યાર્થીની રેમીડિયલ પરીક્ષા શરૂ થઇ રહી છે તેના પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી ફૂટેજ લાઈવ બતાવવા માટે સોમવારે ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યા બાદ હવે આજથી પરીક્ષાના સમય દરમિયાન લોકો જે-તે કોલેજના ફૂટેજ લાઈવ નિહાળી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.