લાકડિયા કુમાર પ્રાથમિક ગ્રૂપ શાળા ને દાતાઓ દ્વારા ટેબલ ટેનિસ ભેટ આપવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/onp9fkp68o454bve/" left="-10"]

લાકડિયા કુમાર પ્રાથમિક ગ્રૂપ શાળા ને દાતાઓ દ્વારા ટેબલ ટેનિસ ભેટ આપવામાં આવ્યું


બાળકોને રમતગમત ક્ષેત્રે રુચિ વધે અને સર્વાંગીણ વિકાસ થાય તેવા ઉમદા હેતુસર અવારનવાર દાતાઓ દ્વારા દાન આપવામાં આવતું હોય છે. તેના ભાગરૂપે આજ રોજ લાકડિયા ગ્રૂપ શાળામાં ટેબલ ટેનિસ ની ભેટ આપવામાં આવી હતી.
દિવંગત આરતીબેન તેમજ માતૃશ્રી વેજીબેનની સંયુક્ત સ્મૃતિમાં માનનીય ગેલાભાઈ જીવાભાઈ પરમાર પરિવાર તથા માતૃશ્રીદિવંગત કેસરબેન જીવણભાઈ વાણિયાની સ્મૃતિમાં જીવણભાઈ કારાભાઈ વાણિયા પરિવારના આર્થિક સહયોગ થકી મળેલ ટેબલ ટેનિસની ભેટનો શાળા પરિવાર દ્વારા સ્વીકાર સાથે આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.

ગ્લોબલ એન્ટરપ્રાઈઝ અને ક્રિશ એન્ટરપ્રાઈઝ સામખિયાળી નો સાથ સહકાર મળ્યો હતો.

દાતાઓની ભેટને શાળા વ્યવસ્થાપન સમિતિ લાકડિયા કુમાર વતી અધ્યક્ષ ગફૂરભાઈ રાઉમા ધન્યવાદ પાઠવ્યા હતા .


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]