વડોદરા: રસ્તાની ગોકળગતીથી કામગીરી : ડ્રેનેજ કામગીરી બાદ 45 દિવસથી એક તરફનો રસ્તો બંધ - At This Time

વડોદરા: રસ્તાની ગોકળગતીથી કામગીરી : ડ્રેનેજ કામગીરી બાદ 45 દિવસથી એક તરફનો રસ્તો બંધ


વડોદરા,તા.09 ઓગષ્ટ 2022,મંગળવારવડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અમિત નગરથી કારેલીબાગ પાણીની ટાંકી તરફના માર્ગ ઉપર કોર્પોરેશનને ડ્રેનેજની કામગીરી હાથ ધરતા છેલ્લા 45 દિવસથી એક તરફનો માર્ગ બંધ છે. પરિણામે સ્થાનિક રહીશો સાથે વાહન ચાલકો હાલાકી ભોગવતા તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો છે. વોર્ડ નંબર સાતમા સમાવેશ કારેલીબાગના આનંદ નગર પાસે દોઢ મહિના અગાઉ વડોદરા કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે અમિત નગરથી કારેલીબાગ પાણીની ટાંકીના વચ્ચે એક તરફનો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે. એક તરફનો વાહન વ્યવહાર બંધ રહેતા અકસ્માતો સર્જાવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવી છે. બીજી તરફ સ્થાનિક રહીશો આપતા ભોગવી રહ્યા છે. અને સાથે દુકાનદારોના પણ વેપાર ધંધા ઠપ્પ થતાં કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન વિરુદ્ધ નારાજગી દર્શાવી છે. અત્ર ઉલ્લેખનીય છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાના ડાયવર્ઝન માટે એક તરફ સુચના બોર્ડ મૂકવામાં આવ્યું છે. પરંતુ માર્ગના બીજા તરફ કોઈપણ જાતનું સૂચના બોર્ડ મૂકવામાં આવ્યું નથી જેથી અચાનક સામે વાહન આવી જતા અકસ્માત સર્જાઇ રહ્યા છે. આ ઉપરાંત ઘટના સ્થળે વાહન કાદવ કિચડમાં ખુંપી જવાના બનાવો પણ બન્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.