મનહરપુર આવેલ ભારત નમકીનમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી: લાખોનું નુકશાન - At This Time

મનહરપુર આવેલ ભારત નમકીનમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી: લાખોનું નુકશાન


શહેરની ભાગોળે જામનગર રોડ પર આવેલા મનહરપુર ગામમાં ભારત નમકીન નામના કારખાનામાં રાત્રીના આગ લાગી હતી. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દરમિયાન ફાયરની ટીમે તાકીદે અહીં પહોંચી અંદાજીત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના બનાવમાં અંદાજિત 30 લાખથી વધુ નુકસાન થયું હોવાનું માલુમ પડ્યું છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
આગની આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર રોડ પર મનહરપુર ગામમાં આવેલી ભારત નમકીનમાં રાત્રિના પોણા બાર વાગ્યા આસપાસ આગ ભભૂકી ઊઠી હતી
આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. કારખાનામાં નમકીન તળવાની ભઠ્ઠીમાં આગ લાગી હોય ફાયરના સ્ટાફે અંદાજિત પોણા બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
કારખાનામાં આગ લાગ્યાની આ ઘટનાના પગલે કારખાનેદાર હિતેશભાઈ ખખર પણ અહીં પહોંચી ગયા હતા. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
આગની આ ઘટનામાં કારખાનામાં રહેલ સામાન સળગી ગયો હોય અંદાજિત 30 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું માલુમ પડ્યું છે. જો કે, સદભાગ્યે આ વિકરાળ આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી આગ બુઝાવવાની કામગીરીમાં ફાયર બ્રિગેડના મનોજભાઈ,નરેશભાઈ, મુકેશભાઈ, અજયભાઈ, અતુલભાઇ અને ધર્મેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.