કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન, માવઠાએ તારાજી સર્જી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oitwykwhlqre0cou/" left="-10"]

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન, માવઠાએ તારાજી સર્જી


ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ

સતત બે દિવસ થી અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેને લઈને પાણી વહી નિકળ્યા હતા

ક્યાંક કરા સાથે વરસાદ તૂટી પડતાં અને ક્યાંક આકાશમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો ઘણા ગામડા માં લાઇટ ડૂલ થઇ ગઇ હતી જે મોડી રાત્રે ફરી વીજ પુરવઠો ચાલુ થયો હતો

કચ્છમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન, માવઠાએ તારાજી સર્જી

કચ્છમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ખૂબ જ મોટાપાયે નુકસાન કર્યું છે. છેલ્લા બે દિવસથી સાંજ પડતાં જ ધોધમાર વરસાદ તૂટી પડે છે. અંજાર, ભચાઉ, રાપર તાલુકામાં માવઠાંએ જીરું, ઘઉં, એરંડો, રાયડો અને કેરી સહિતના પાકને ભારે નુકસાન કર્યું છે.

ઉકળાટ ભર્યા વાતાવરણમાં અચાનક હવામાન માં પલટો આવ્યો હતો અને જોત જોતામાં ગઈ કાલે બપોર પછી કાળા ડિબાંગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી વરસાદ આવતા શહેર અને ગામડાઓમાં વરસાદી પાણી વહી નીકળ્યા હતા

આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ હતો જેને લઈને વાતાવરણ ઠંડું બન્યુ હતું અને શિયાળા જેવી અનુભૂતિ થઈ હતી

ગરમીથી મળી લોકોને રાહત પણ ખેડુત મુકાયો ચિંતામાં

રિપોર્ટ : પ્રકાશ શ્રીમાળી
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]