સુઈગામ તાલુકાના બોરું-મસાલી ઘુડખર અભયારણ્યમાં તંત્ર ત્રાટક્યું... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ognzevohkcv2tsfh/" left="-10"]

સુઈગામ તાલુકાના બોરું-મસાલી ઘુડખર અભયારણ્યમાં તંત્ર ત્રાટક્યું…


મસાલી નજીક રણમાં બીનઅધિકૃત મીઠુ પકવતી કંપની પર તંત્રએ દરોડા પાડી લાખોની કિંમત નો મુદામાલ જપ્ત કર્યો.

*સુઇગામ પ્રાંત કલેકટર,મામલતદાર, વનવિભાગ,R.T.O, પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ.*

સુઇગામ તાલુકાના મસાલી નજીક આવેલ ઘુડખર અભ્યારણ્યમાં અંદાજીત ૩ થી ૪ હજાર એકર જમીનમાં બિન અધિકૃત કબજો કરી મીઠું પકવતી એક બહારની કંપની પર બુધવારે સુઈગામ પ્રાંત કલેકટરની અધ્યક્ષતામાં વનવિભાગ,પોલીસ,R.T.O સહિતના વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત દરોડો પાડી, જનરેટરો,પ્લાસ્ટિકની પાઇપો,સોલાર પ્લેટો,લોખંડ-ગેલવેનાઇઝની ઈંગલો સહિતનો સરસામાન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરતાં રણમાં સોપો પડી ગયો હતો,એક સાથે સરકારી ગાડીઓનો કાફલો જોઈ રણમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયાઓ સ્થળ પરથી રફુચક્કર થઈ ગયા હતા,
સુઇગામ તાલુકાના બોરુંના રણમાં છેલ્લા 40 વર્ષોથી સ્થાનિક અગરિયા મીઠું પકવી રોજગારી મેળવી રહ્યા છે,પરંતુ છેલ્લા 2 વર્ષથી મસાલી અને બોરું નજીકના રણમાં બહારના વિસ્તારના કેટલાક લોકો દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં પડેલી હજારો હેકટર જમીનમાં મોટી મશીનરી લગાવી મીઠાના પાટ બનાવી મીઠું પકવવાનું ચાલુ કરતાં સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો,મીડિયાના અહેવાલો અને સ્થાનિકોમાં અંદર ખાને વિરોધનો સુર ઉઠતાં તંત્ર પણ હરકતમાં આવ્યું હતું,અને અવારનવાર રણમાં તપાસના નામે ખાનગીમાં અવરજવર વધી ગઈ હતી,જોકે બુધવારે વહેલી સવારે સુઇગામ પ્રાંત કલેકટર એસ.એ.ડોડીયાની અધ્યક્ષતામાં,સુઇગામ ઇન્ચાર્જ મામલતદાર, ભાભર મામલતદાર ની ટીમ, થરાદ વનવિભાગ,થરાદ ડી વાય એસ.પી સહિત સ્થાનિક પોલીસ સ્ટાફ, RTO ના સરકારી વાહનોના કાફલા સાથે રણમાં સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા,અને 3 થી 4 હજાર એકર ઉપરાંત જમીનમાં મોટાપાયે મશીનરી લગાવી કરાયેલ મીઠાના અગરની કંપની પર તવાઈ હાથ ધરાતાં કામ કરતા મજૂરો સહિત કર્મચારીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા,એકાએક અધિકારીઓની ગાડીનો કાફલો જોઈ સ્થાનિક અગરિયાઓ પણ ડરના માર્યા રણમાંથી રફુચક્કર થઈ ગયા હતા.

સુઈગામ ઇન્ચાર્જ મામલતદાર વિજયદાન ગઢવીએ જણાવ્યું હતું કે..

દરોડામાં સુઈગામ પ્રાંત કલેકટર, એસ.એ.ડોડીયા, સુઈગામ ઇન્ચાર્જ મામલતદાર વિજયદાન ગઢવી,ભાભર મામલતદાર રવીન્દ્રસિંહ પરમાર,થરાદ RFO ચેતનસિંહ બારડ, ડીવાયએસપી,એસ.એમ.વારોતરીયા,RTO જી.બી.લીલહારે,સુઇગામ PSI એચ.એમ.પટેલ,બોર્ડર PSI ડી.જે.મરંડ,થરાદ PSI વાઢેર,સહિત નો કાફલો.અનઅધિકૃત દબાણ કરી રણમાં અંદાજીત 4X4 કી. મી ના ઘેરાવામાં મોટાપાયે મીઠાનું ઉત્પાદન કરતા હતા,ત્યાં જઈ દબાણ ખુલ્લું કરવા માટે ગયેલ.જ્યાં મોટાપાયે અદ્યતન મશીનરીનો ઉપયોગ કરી વિના પરવાનગીએ મીઠું પકવતા સ્થળે તપાસ હાથ ધરતાં સ્થળ પર કોઈ વ્યક્તિ જોવા મળેલ નહિ,જેને લઈ ત્યાં પડેલ સરસામાનને જપ્ત કરી સુઇગામ પ્રાંત કચેરીએ લાવવામાં આવ્યો હતો,

RTO દ્વારા 13 ગાડીઓ જપ્ત કરી 6,41904.નો દંડ કરવામાં આવ્યો,* 4 ડીઝલ જનરેટર, સોલાર પ્લેટોના 11 બોક્ષ, પ્લાસ્ટિકની પાઇપો ના 15 બંડલ, 50 સબમર્શિબલ પંપ, ગેલવેનાઇઝની ઇંગલો,વાયર, સહિતનો માલ જપ્ત કર્યો હતો.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ, બનાસકાંઠા
મો.9925923862.
9925923862


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]