અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક,રસોઇયા અને મદદનીશની ભરતી માટે અરજી કરવા સૂચના - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o9xcl4n9yrwmdfkd/" left="-10"]

અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક,રસોઇયા અને મદદનીશની ભરતી માટે અરજી કરવા સૂચના


અમરેલી તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક, રસોયા, મદદનીશની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.  અમરેલી તાલુકાની સુખનિવાસ કોલોની, ખડ ખંભાળીયા, ગીરીયા જૂના, ચાંદગઢ, નાના ગોખરવાળા, માળીલા, માંગવાપાળ, મોણપુર, મોટા ગોખરવાળા, રંગપુર, રીકડીયા, સદગુરૂ પ્રા.શાળા-વરસડા, સાંગાડેરી, સણોસરામાં સંચાલકની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. સંચાલક માટે ધો. ૧૦ પાસ સ્થાનિક વ્યક્તિઓ અને ધો.૦૭ પાસ હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકે છે.

        અમરેલી તાલુકાની પોલીસ લાઈન, સુખનિવાસ કોલોની, ઈશ્વરીયા,સ કમીગઢ, ખડ ખંભાળીયા, ખીજડીયા રાદડીયા, ગીરીયા નવા, ગીરીયા જૂના, ચાંદગઢ, ચિતલ કુમાર, ચાડીયા, તરવડા, થોરડી, નાના માચીયાળા, મોટા માચીયાળા, રામનગર-વરસડા, નાના આંકડીયા, નાના ગોખરવાળા, પાણીયા, મેડી, માળીલા, મોણપુર, રાજસ્થળી, સદગુરૂ પ્રા.શાળા-વરસડા, સાંગાડેરી, સાજીયાવદરમાં રસોયાની આવશ્યકતા છે. જેમાં સ્થાનિક ઉમેદવારો અને અનુભવી અરજી કરી શકે છે. 

       અમરેલી તાલુકાની ગુરૂકૃપા, કન્યાશાળા-૧, કન્યાશાળા-૨, ભોજલપરા, પોલીસલાઈન, સુખનિવાસ કોલોની, ખડં ખંભાળીયા, મોણપુર, ગીરીયા નવા, ગીરીયા જૂના, ચાંદગઢ. પીપળલગ, માળીલા, ચિતલ કુમાર, ચાડીયા, જશવંતગઢ, ટીંબલા, ઢોલરવા, તરવડા, થોરડી, નાના ગોરખવાળા, મોટા માચીયાળા, મેડી, મોટા ગોખરવાળા, રાજસ્થળી, લાલાવદર, હરીપુરા, સાંગાડેરી, સદગુરૂ પ્રા.શાળા, સાજીયાવદરમાં મદદનીશની આવશ્યકતા છે. આ પદ માટે સ્થાનિક અનુભવી ઉમેદવારો અરજી કરી શકે છે.  આ ભરતી માટે નમુનાનું અરજીપત્રક  મામલતદાર કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર રાજમહેલ કમ્પાઉન્ડમાં ૧૩-૦૬-૨૦૨૨  ૧૫-૦૦ કલાક પહેલાં મોકલવાનું રહેશે.

રિપોર્ટ :-અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]