મોટાદડવા ગામેથી દસ જુગારીઓને જડપ્યા જાણો કોણ કોણ હતા જુગારી ? - At This Time

મોટાદડવા ગામેથી દસ જુગારીઓને જડપ્યા જાણો કોણ કોણ હતા જુગારી ?


મોટાદડવા ગામેથી દસ જુગારીઓને જડપ્યા જાણો કોણ કોણ હતા જુગારી ?

ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે, કાનપર રોડ, શક્તિ પ્લોટમાં આવેલ ભરતભાઇ મનજીભાઇ પરમાર રહે- મોટાદડવા ગામ તા. ગોંડલ જી. રાજકોટ વાળાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં પ્રભાતભાઇ જયતાભાઇ ડાંગર રહે- મોટાદડવા ગામ તા. ગોંડલ જી,રાજકોટ તથા મહેશભાઇ પ્રભાતભાઇ રાઠોડ રહે- મોટાદડવા ગામ તા, ગોંડલ વાળા મારફતે બહારથી માણસોને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા માટે ઉઘરાવી પૈસા પાના વતી તીન પત્તીનો નસીબ આધારીત હારજીત નો જુગાર રમી રમાડતા હતા અને જુગારનો અખાડો પકડી પાડી હારજીત નો જુગાર રમતા દસ ઇસમોને રોકડા રૂ.૩,૫૦,૦૦૦/- તથા ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- તથા નવ મોબાઇલ ફોન કિ.રૂ. ૨૯,૫૦૦/- તથા બે ફોર વ્હીલ વાહન કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- સાથે મળી કુલ કિ.રૂ.૧૦,૭૯,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ દ્વારા કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ. જેમાં પકડાયેલ આરોપીઓ (૧) ભરતભાઇ મનજીભાઇ પરમાર જાતે- લુહાર ઉ.વ. ૪૬ રહે- મોટાદડવા ગામ, કાનપર રોડ તા. ગોંડલ (૨) મહેશભાઇ પ્રભાતભાઇ રાઠોડ જાતે- આહિર ઉ.વ. ૩૯ રહે- મોટાદડવા ગામ, ખોડીયાર પરા તા. ગોંડલ (૩) હરેશભાઇ પ્રભાતભાઇ રાઠોડ જાતે- આહિર ઉ.વ. ૩૫ રહે- મોટાદડવા ગામ, ખોડીયાર પરા તા. ગોંડલ (૪) સરફરાજભાઇ અબ્દુલભાઇ દલ જાતે- સંધી મુસ્લીમ ઉ.વ. ૨૯ રહે- વીજપડી ગામ, ચીખલી રોડ, શેરી તા. જેસરવી.ડી.નગદીયા હાઇસ્કુલની બાજુમાં ભાડેથી તા. સાવરકુંડલા જી.અમરેલી (૫) જયેશભાઇ બાલાભાઇ ચૌહાણ જાતે- કોળી ઉ.વ. ૩૦ રહે- જેસર, બસ સ્ટેશન પાસે, જોગી (૬) વિરાજ ઉર્ફે ટેગો કિશોરભાઇ ચાવડા જાતે- કારડીયા રજપુત ઉ.વ. ૩૧ રહે- લાઠી, દરબારી ચોક, સ્વેતા પાટી હાલ- જસદણ, ખાનપર ચોકડી, ધરતી હાઇટ્સ બ્લોક નં ૪૦૧ (૭) વિક્રમભાઇ કાળુભાઇ ચાવડા જાતે-આહિર ઉ.વ. ૩૩ રહે- કુંકાવાવ ઘનશ્યામનગર તા. વડીયા જી.અમરેલી (૮) સંજયભાઇ નગીનભાઇ જીજુવાડીયા જાતે વાણીયા ઉ.વ. ૫૧ રહે- અમરેલી, લાઠી રોડ, ગોકુલધામ સોસાયટી શેરી નં.૨ જી.અમરેલી (૯) રાજેશભાઇ અરજણભાઇ ગરણીયા જાતે- આહિર ઉ.વ. ૪૭ રહે- વીંજીવડ ગામ, ગોંદરામા તા. ગોંડલ (૧૦) વેલજીભાઇ આતુભાઇ મેવાડા જાતે- ભરવાડ ઉ.વ. ૩૯ રહે- ગારીયાધાર, વીરડી રોડ, શક્તિ પ્લોટ તા. ગારીયાધાર જી.ભાવનગર આટલાં આરોપી પકડાયા તેમજ પકડવા પર બાકી આરોપી પ્રભાતભાઇ જયતાભાઇ ડાંગર રહે- મોટાદડવા ગામ તા. ગોંડલ જી.રાજકોટ જે બાકી છે અને આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.