તલોદના બોરીયા બેચરાજી પાસે બે ટ્રક ટકરાતાં કેબિનના કાટમાળમાં ડ્રાયવર ફસાઇ જતાં મોત - At This Time

તલોદના બોરીયા બેચરાજી પાસે બે ટ્રક ટકરાતાં કેબિનના કાટમાળમાં ડ્રાયવર ફસાઇ જતાં મોત


તલોદના બોરીયા બોરીયા બેચરાજીના સ્ટેન્ડ પાસે મિનરલ પાણીની બોટલનો જથ્થો ભરીને જતી ટ્રકને હરસોલ તરફથી આવતી કપચી ભરીને આવતી ટ્રકે ટક્કર મારતાં મિનરલ પાણીનો જથ્થો ભરેલી ટ્રક ચાલક રસિકભાઈ રણછોડભાઈ પટેલ રહે.ધનસુરા, (60) જિ.અરવલ્લી ફસાઇ જતાં લોકોએ મહામુસીબતે બહાર કાઢી 108માં સારવાર અર્થે રખિયાલ ખસેડાયો હતો. પણ સારવાર મળે તે પહેલા જ મોતને ભેટતાં પંથકમાં ચકચાર મચી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.