જસદણની ચુનારાવાડ પ્રાથમિકશાળાનો સ્થાપના દિન ઉજવાયો: વિવિધ દાતાઓનું સન્માન થયું - At This Time

જસદણની ચુનારાવાડ પ્રાથમિકશાળાનો સ્થાપના દિન ઉજવાયો: વિવિધ દાતાઓનું સન્માન થયું


જસદણની ચુનારાવાડ પ્રાથમિકશાળાનો સ્થાપના દિન ઉજવાયો: વિવિધ દાતાઓનું સન્માન થયું

જસદણમાં પછાત વિસ્તારમાં આવેલ ચુનારાવાડ પ્રાથમિક શાળાના શિક્ષકો એ પોતાની શાળાનો સ્થાપના દિન અવસરે વિવિધ પ્રસંગો ઉજવી ચાર ચાંદ લગાવી દીધા હતા સામાન્ય રીતે મોટા ભાગે ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓની ફી વસુલ થતી હોવાથી રંગારંગ, ચકાચક કાર્યક્રમો યોજતા હોય છે પણ આ સરકારી શાળા એ પોતાનો સ્થાપના દિન નિમિત્તે કઇક કર્યાનો સંતોષ વ્યક્ત કરતાં વિદ્યાર્થી અને તેમનાં વાલીઓમાં ખુશીની લાગણી છલકાઈ હતી.

ચુનારાવાડ પ્રાથમિક શાળામાં "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત જસદણના અતિ પછાત વિસ્તારમાં આવેલી શાળાની સ્થાપના દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી. આ દિવસે શાળામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે શાળાના નિવૃત્ત આચાર્ય જયાબેન દેસાઈ તરફથી શાળાના તમામ બાળકોને યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ આપવામાં આવી તેમજ સ્કૂલ તરફથી દરેક ધોરણમાં પ્રથમ નંબર મેળવેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ અતિ પછાત વર્ગ એવી વિચરતી વિમુક્ત જાતિની દિકરીઓ પ્રથમ વખત ધો. ૧૧મા પ્રવેશ મેળવી આગળ અભ્યાસમા જોડાતા તેઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાને હરહંમેશ મદદરૂપ થતા અન્ય દાતાશ્રીઓ હરિ પટેલ-પટેલ સુપર મોલ, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજય વિરોજા, સેવાભાવી અગ્રણીશ્રી હેમભાઈ વાળા વગેરે દાતાઓનુ શાળા પરિવાર દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમા ડુંગરપુર હનુમાન જગ્યાના મહંતશ્રી હરિહરાનંદગીરીએ સૌને આશીર્વચન પાઠવ્યા હતા.

આ તકે કાર્યક્રમમાં જસદણના ટીપીઈઓ મનિષ વનરા, બીઆરસી રવિદાસ, તાલુકા પ્રા. શિ. સંઘના પ્રમુખ નારણ સરિયા, સીઆરસી દેવિકા મકાણી, પૂર્વ સીઆરસી રસિક કાપડિયા, સંજય મકવાણા, તાલુકા શાળા આચાર્ય મનીષ ગોસાઈ, કેતન જોધાણી તેમજ એસએમસીના તમામ સભ્યો અને વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યકમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય દિવ્યા ચાવડા અને શિક્ષક કે.ડી.રામાણીએ ખુબ જ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમમા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

હુસામુદ્દીન કપાસી જસદણ મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.