માળીયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે પ્રસંગ માં ફરી વખત ફૂડ પોઇઝન - At This Time

માળીયા હાટીના તાલુકાના કુકસવાડા ગામે પ્રસંગ માં ફરી વખત ફૂડ પોઇઝન


ફૂડ પોઇઝન થતા કુકસવાડા થી ચોરવાડ સુધીના રસ્તા પર 108 ના સાયરન થી ગુંજી ઉઠ્યું હતું

માળીયા હાટીના તાલુકાના ચોરવાડ પાસે કુકસવાડા ગામે લગ્ન પ્રસંગ માં આશરે 50 થી 60 વ્યકતીઓને ફૂડ પોઇઝન ની અસર થતા કુકસવાડા સરકારી હોસ્પિટલ તેમજ ચોરવાડ સામુહિક હોસ્પીટલ કેન્દ્રમાં 108 મારફતે સારવાર માટે લાવવામાં આવેલ તેમને સરકારી હોસ્પીટલ ફરજના ડો. વૈભવ બોરડ તથા સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવેલ

હાલ તમામ દર્દીની તબિયત સારી છે ફૂડ પોઇઝન ની અસર બાળકો માં પણ જોવા મળી હતી પરંતુ તાત્કાલીક દર્દીને સારવાર મળતા દર્દીઓ ભય મુક્ત છે

અગાઉ થોડા દિવસ પહેલા કુકસવાડા ગામે ફૂડ પોઇઝન થયેલ ત્યાર બાદ ફરી વખત ફૂડ પોઇઝન થતા તંત્ર હરકત આવશે કેમ ? તેવો પ્રશ્ન લોક મુખે ચર્ચાય રહ્યો છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.