વઢવાણ તાલુકામાં 16 ખેડૂતોના મશીનમાંથી રૂ.1.26 લાખના હેડ બ્લોક ચોરી કરતી ટોળકી સક્રિય બની. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nunjwzjucjwqngbm/" left="-10"]

વઢવાણ તાલુકામાં 16 ખેડૂતોના મશીનમાંથી રૂ.1.26 લાખના હેડ બ્લોક ચોરી કરતી ટોળકી સક્રિય બની.


તા.05/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ તાલુકાની માળોદ કેનાલ પર ખેડૂતોએ સીંચાઈ માટે મુકેલા મશીનના હેડ બ્લોકની ચોરી કરતી તસ્કર ટોળકી સક્રિય થઈ છે છેલ્લા થોડા સમયમાં જ 16 ખેડૂતોના મશીનોમાંથી હેડ બ્લોક ચોરાયા છે રૂ.8 હજારનો એક એવા 16 હેડ બ્લોક કિ.રુ.1.26 લાખના તસ્કરો ચોરી કરીને લઈ ગયા છે ધરતીપુત્રોએ હાલ અજાણ્યા શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે જેમાં કેનાલ પર મશીન મુકીને સરકાર જયારે સીંચાઈ માટે પાણી છોડે ત્યારે ખેડૂતો મશીનમાં પાઈપ ફીટ કરી પોતાના ખેતરમાં પાણી સીંચાઈ માટે લે છે જેમાં વઢવાણ તાલુકાના માળોદ, ટીંબા સહીતના ગામોના ખેડૂતોએ માળોદ કેનાલ પર મશીનો મુકયા છે ત્યારે છેલ્લા થોડા દિવસોથી કેનાલો પર મુકેલા મશીનોમાંથી હેડ બ્લોકની ચોરી થયાની રાવ ઉઠી છે એક પછી એક 16 ખેડૂતોના મશીનોમાંથી હેડ બ્લોક ચોરાયા છે આ અંગે ટીંબાના ખેડૂત પરસોત્તમભાઈ ડોડીયાએ વઢવાણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે મશીનમાંથી હેડ બ્લોકની ચોરીની ફરીયાદ નોંધાવી છે એક મશીનમાંથી ચોરાયેલ હેડ બ્લોકની કિંમત અંદાજે રૂપીયા 8 હજારની ગણાય છે. ત્યારે આવા 16 ખેડૂતોના મશીનમાંથી 1. 26 લાખના હેડ બ્લોક ચોરાયા છે તસ્કરોની ભાળ મેળવવા વધુ તપાસ બીટ જમાદાર એ.વી.દવે ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]