વરાણા ધામ ખાતે ખોડીયાર માતાજીના મેળાની પૂરજોશમાં તૈયારી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nulo2adiutnaigjz/" left="-10"]

વરાણા ધામ ખાતે ખોડીયાર માતાજીના મેળાની પૂરજોશમાં તૈયારી.


સમી તાલુકાના વરાણા ખાતે બે વર્ષ બાદ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે.કોરોના મહામારી ના કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું. ખોડીયાર માતાજી ના મેળાની અંદર મનોરંજન ના સાધનો જેવા કે ચકડોળ,સરઘસ,શેરડી ના સ્ટોલ તેમજ અન્ય ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવે છે.વરાણા ખોડીયાર માતાજીનો મેળો મહા સુદ એકમથી મહા સુદ પૂનમ સુધી એટલે કે 15 દિવસ ચાલનાર મેળામાં લોકો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે અને સાની ની પ્રસાદ પણ ચડાવે છે. લોકો માટે મનોરંજનના સાધનોની પુરજોશમાં તૈયારી વરાણા ખોડીયાર માતાજીનાધામ ખાતે ચાલી રહી છે. મેળો તારીખ 21 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી2023 સુધી ચાલનાર છે.
ખોડીયાર માતાજીની જન્મ જયંતી મહાસુદ આઠમના દિવસે શ્રદ્ધાળુ ઓની લાંબી લાઈનો જોવા મળે છે તેમ વરાણા ના ગામ લોકોએ જણાવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]