હિંમતનગર ના સરોલી ગામે વાજતે ગાજતે સમસ્ત ગ્રામજનો દ્વારા ગણેશ મહોત્સવ ની પૂર્ણહુતિ કરાઈ - At This Time

હિંમતનગર ના સરોલી ગામે વાજતે ગાજતે સમસ્ત ગ્રામજનો દ્વારા ગણેશ મહોત્સવ ની પૂર્ણહુતિ કરાઈ


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા સરોલી ગામે ગણેશ મહોત્સવ ની પૂર્ણાહુતિ કરાઇ

હિંમતનગર પાસે આવેલા સરોલી ગામે ગણેશ મહોત્સવ ની પૂર્ણાહુતિ કરવામાં આવી સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા દાદા નો વરઘોડો કાઢી પધરામણી કરાઈ હતી
ગામની વડીલ માતાઓ ની આંખમા ભક્તિ ના આંસુ જોવા મલ્યા હતા અને ગરબાની રમઝટ માની હતી યુવકો લાલ ગુલાલ ઉડાડી ડી જે ના તાલે નાચી ઉઠયા હતા.
ગામના સરપંચ દ્વારા ખૂબ જ મહત્વનો ફાળો કરાયો હતો નવ યુવક મંડળ ને મહત્વની મદદ કરી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

ગજાનંદ યુવક મંડળ દ્વારા 2018 માં ગણપતિ દાદા ને બેસાડવામાં આવ્યા હતા અને ગામ લોકો દ્વારા દર વર્ષે પૂજા અર્ચના કરવામાં આવતી હતી

2022માં પાંચ વર્ષ પૂર્ણ થતા ગણપતિ દાદા નો વરઘોડો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

સમસ્ત સરોલી ગ્રામજનો ગજાનંદ યુવક મંડળ અને વડીલો માતાઓ અને બહેનો દ્વારા આ કાર્યક્રમને ખુબ જ ઉત્સાહથી ભાગ લઈ સફળ બનાવ્યો હતો
ગામના સરપંચ અને આગેવાનો દ્વારા આ ગજાનન્દ યુવક મંડળ ને સાથ સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

બ્યુરો રિપોર્ટ
સાબરકાંઠા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.