હિંમતનગર નેશનલ હાઈવે ચિલોડા થી લઈને શામળાજી સુધી નો રોડ ખાડામાં છે કે ખાડો રોડમાં છે એવી ભયંકર સ્થિતિમાં. - At This Time

હિંમતનગર નેશનલ હાઈવે ચિલોડા થી લઈને શામળાજી સુધી નો રોડ ખાડામાં છે કે ખાડો રોડમાં છે એવી ભયંકર સ્થિતિમાં.


છેલ્લા ચાર વર્ષથી મંથરગતિએ ચાલતા હાઇવે ના કામકાજથી લોકો ત્રાહિમામ

હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે નંબર આઠ નું ફોર લેનમાંથી 6 લેનમાં રૂપાંતરની કામગીરી ચાલી રહી છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ કામગીરી અંતર્ગત થી ચાલતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે રોડ પર અનેક જગ્યાએ ડાયવર્ઝન તો અનેક જગ્યાએ વન વે રસ્તો હોવાને કારણે રોજબરોજ પસાર થતા વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે સાથે જ રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય હોવાને લઈને સ્થાનિક વાહન ચાલકોએ શારીરિક નુકસાનની સાથે કાર અથવા તો બાઈકની મરામતમાં આર્થિક નુકસાની પણ ભોગવી પડી છે જેને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પટેલ હિંમતનગર તાલુકા પંચાયત ના વિપક્ષ નેતા અજમલસિંહ પરમાર તાલુકા સદસ્ય પોપટ ભાઈ સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રોડ બ્લોક કરી વિરોધ દર્શાવ્યો હતો આ સાથે આજુ બાજુના વેપારીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા ત્યારબાદ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સ્થળ પર બોલાવી સત્વરે રોડની મરામત કરવાનું બાહેદારી આપતા રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.