મોરબી જિલ્લામાં આઉટસોર્સ કોન્ટ્રાક્ટ તરીકે અનુભવી કર્મચારીઓને ફરીનિમણુંક કરી બેમાસનું વેતન ચુકવવાં બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/no456griauo6fymb/" left="-10"]

મોરબી જિલ્લામાં આઉટસોર્સ કોન્ટ્રાક્ટ તરીકે અનુભવી કર્મચારીઓને ફરીનિમણુંક કરી બેમાસનું વેતન ચુકવવાં બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું


મોરબી જિલ્લાના આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારી યુનિયન દ્વારા આજરોજ મોરબી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે જેતે સમયના નવા નિયમ મુજબ જીલ્લાનાં આરોગ્ય ખાતામાં કલાસ-૪ વર્ગમાં નિમણુંક પામેલ કર્મચારી ઓનં નવા નિયમ મુજબ છુટ્ટા કરેલ તેઓ તમામ અનુભવી કર્મચારીઓને ફરી નિમણુંક કરી આપવામાં આવે. જેથી જીલ્લા આરોગ્ય ખાતામાં વ્યાવસ્થા અને લોકોની સેવામા જળવાઈ રહે. તદઉપરાંત કલાસ-૪ અને કલાસ-૩ (PHC, CHC.UPHC) વર્ગમાં કામ કરતા કર્મચારીઓને નવેમ્બર અને ડિસેમ્બરનું વેતન ચુકવી દેવામાં આવે. જેથી તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે. તેવી માગણી સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]