બરવાળા શહેરમાં જિલ્લા કક્ષાના 76 માં પ્રજાસત્તાક પર્વની કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. અલગ અલગ ફ્લોટ , પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું જ્યારે મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર રહી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી
બોટાદ જિલ્લા કક્ષાના 76 માં
પ્રજાસતાક પર્વની ઉજવણી બરવાળા ખાતે ઝબુબા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી ભાઈ બાવળીયાનીઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, કલેકટર જીન્સી રોયે ખુલ્લી જીપમાં બેસીને પરેડ નું નિરીક્ષણ કર્યુ હતું. 76 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પોલીસ પરેડ, ડોગ સ્કોડ દ્વારા કરતબો તેમજ અલગ અલગ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામા આવ્યા હતા. તેમજ જિલ્લામાં વિવિધ કામગીરી બદલ અલગ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજઆગેવાનોના હસ્તે વૃક્ષા રોપણ કરાયુ હતું.
બરવાળાના ઝબુબા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલ 76 મા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, કલેકટર જીન્સી રોય,એસપી કિશોર બળોલિયા, ડિડિઓ અક્ષય બુડાનિયા સહિત અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ 76મા પ્રજાસતાક પર્વની ઉજવણી ને લઈ તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
