કોડીનારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ચાર શખ્સોને બે મહિના માટે જિલ્લામાંથી હદપાર કરાયા - At This Time

કોડીનારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ચાર શખ્સોને બે મહિના માટે જિલ્લામાંથી હદપાર કરાયા


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં ઘણા સમયથી પ્રોવિઝન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ચાર શખ્સોને બે મહિના માટે જિલ્લામાંથી હદ પર કરવાનો ડિવિઝનલ મેજિસ્ટ્રેટએ હુકમ કર્યો હતો. જેને લઇ કોડીનાર પોલીસે ચાર શખ્સોને પકડી પાડી હુકમની ભજવણી કરી જિલ્લામાંથી હદ પાર કરવાની કાર્યવાહી કરી છે પોલીસની આ કાર્યવાહીના પગલે દારૂની પ્રવૃત્તિઓ કરતા લોકો ફફડાટની લાગણી પ્રસરી ગઈ છે

ગીર સોમનાથ પોલીસ દારૂના વેચાણનેડામી દેવા કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં કોડીનાર પંથકમાં દારૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરે છે જેની વિગત મુજબ કોડીનાર સહિત આસપાસના પંથકમાં પ્રોવિઝન સામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા (૧) મયુર રાયસીંગ સોલંકી રહે.સીધાજ.(૨) મહિપતસિંહ મુંના માધુભાઈ પરમાર રહે સિધાજ.(૩) રમેશભાઈ ઉકાભાઇ વંશ રહે છે વડનગર (૪) ધવલ નાનાભાઈ અજાબિયા રહેવાસી કડવાસણ તા કોડીનાર વાળાઓ સામે હદપાર ધારા હેઠળ કાર્યવાહી કરવા પીઆઈ એએમ મકવાણાએ દરખાસ્ત તૈયાર કરી દરખાસ્ત તૈયાર કરી ડીવાયએસપી- વેરાવળ મારફત સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ઉના સમક્ષ મોકલેલ હતા

જેના ઉપરથી આ ચારેય શખ્સોની ગુનાહિત પ્રવૃત્તિ ઉપર અકુશ લાવવા જરૂરી જણાતું હોવાથી સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ જ્યારે બે મહિના માટે ગીર સોમનાથ જિલ્લા ના અદવિસ્તારમાંથી હદપર કરવાનો હુકમ કર્યો હતો જેના આધારે કોડીનાર પી આઈ એ એમ મકવાણા એ સ્ટાફને સુચના આપતા ગુનાહિત પ્રવૃત્તિ કરતા ચારેય ચક્ષોને પકડી પાડીને જેલમાંથી હદ પર કરવામાં આવેલા છે પંથકમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં રહેલા શખ્સો સામે આવી જ કડક કાર્યવાહી કરવાનું ચાલુ રહેશે તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહેશે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.