આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ - At This Time

આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ


આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારોમાં સફાઈની કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ

આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરમાં પાળીયાદ રોડ,ભાવનગર રોડ, ગઢડા રોડ, સ્ટેશન રોડ,ખસ રોડ, તુરખા રોડ, સાળંગપુર રોડ, શાકમાર્કેટ તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.
બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી જે.સી.બી.મશીન દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ નદી વિસ્તારમાં નીકળતા ગટરના મોઢીયા તથા પુલના નાળાની સફાઈ કરી, ઘનકચરા તથા માટીનો નિકાલ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આશરે ૨૦ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદાર તથા ચીફ ઓફિસરના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ મારફત સતત મોનીટરીંગ કામગીરી હાથ ધરવામાં આકરવામાં આવી રહેલ છે. તેમજ બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈ થયા બાદ નદી વિસ્તારમાં કચરો નાંખવો નહી અને જાહેર રસ્તાની સફાઈ થયા બાદ કચરો ફેકવો નહી તેમ સેનિટેશન ઇન્સ્પેક્ટર ડી.બી.માઢકે બોટાદ શહેરના નાગરિકોને જાહેર અપીલ કરી છે. તે બાબતે કસુર થયેથી દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ, એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.