બાપુ કહીને ન બોલાવતા શેઠનગરના આશુતોષને પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ બેફામ માર માર્યો - At This Time

બાપુ કહીને ન બોલાવતા શેઠનગરના આશુતોષને પિતા-પુત્ર સહિત પાંચ શખ્સોએ બેફામ માર માર્યો


જામનગર રોડ પર શેઠ નગર માં રહેતા આશુતોષભાઇ ઉમેશચંદ્ર ઠાકર(ઉ.વ.45) એ ફરિયાદમાં બળુભાઇ પરમાર,જયરાજ ઉર્ફે જયેશ પરમાર અને પરીક્ષિત તેમજ કુલદીપ ના નામ આપતા તેઓ સામે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ફરિયાદ છે. આશુતોષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું શેઠનગર મા દુકાન નં-93 મા બાલાજી એગ્રો સેન્ટર નામે દુકાન ચલાવુ છું.
તા.31/10 ના રાત્રે હું મારી દુકાન બંધ કરી બાઇક ઉપર ઘરે જવા નીકળ્યો ત્યારે દુકાન થી આગળ પહોચતા શેઠનગર ચોક પાસે પહોચતા અમારી સોસાયટીમા રહેતા બડુભાઈ પરમાર ત્યા એકલા ઉભેલા હોય તેઓએ મને અદા ઉભા રહો તેમ કહીને ઉભો રાખતા હું ઉભો રહી ગયો.જેથી આ બળુભાઈ એ મારા મોટરસાયકલની ચાવી કાઢી લીધેલ અને તેના બીજા હાથમાં પાઈપ હોય મારો કાઠલો પકડી લીધેલ અને મને ગાળો આપવા લાગ્યા હતા અને થોડીવાર પછી આ બળુભાઈએ તેમના દિકરા જયરાજ ઉર્ફે જયેશ,તેનો ભાણેજ સિધ્ધરાજ ગોહેલને બોલાવી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
બળુભાઈ તથા જયરાજ એ મને તેની પાસેનો પાઈપ મને મારી ઈજા કરેલી અને સિધ્ધરાજના હાથમાં છરી હતી જેથી તેનો હાથ પકડી છરી પડાવી લેતા નીચે પડી ગઈ હતી.આમ આ ત્રણેય મને ઢીકાપાટુ મરતા હોય તેવામા જયરાજના બે મીત્રો જેનુ નામ પરીક્ષીત તથા કુલદિપ હોવાનુ માનવું છે.આ બન્ને પણ આવી મને ઢીકા-પાટુ મારવા લાગ્યા તેવામા સોસાયટીના માણસો આવી જતા આરોપીઓ નાસી ગયા હતા અને આ બનાવ વખતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરતા થોડીવારમાં પોલીસની ગાડી આવી ગઈ હતી.
આ બનાવમાં ઝપાઝપીમાં મારો સોનાનો ચેઈન તેમજ ઉપર ખિસ્સામાં ત્રણ થી ચાર હજાર રૂપીયા હતા જે ક્યાક પડી ગયેલ છે.બનાવનું કારણ બળુભાઈ થોડા સમય પહેલા મને ઠાકરડા કહી બોલાવતો હોય અને હું તેને બાપુ ન કહેતો હોય જેથી આ મનદુ:ખ ના કારણે મારામારી કરી હતી.આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.