" કષ્ટભંજન દેવ પારીખા ખાતે લીલા ખજૂરનો ભવ્ય અન્નકૂટ યોજાયો " - At This Time

” કષ્ટભંજન દેવ પારીખા ખાતે લીલા ખજૂરનો ભવ્ય અન્નકૂટ યોજાયો “


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

ડભોઈ તાલુકાના પારીખા ગામે આવેલ ઐતિહાસિક કષ્ટભંજન દેવ મંદિરે લીલા ખજૂરનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો.‌ જેનાં દર્શનનો લાભ મોટી સંખ્યામાં હરીભક્તોએ લીધો હતો.
કષ્ટભંજનદેવ સારંગપુરની ખાતે બિરાજમાન કષ્ટભંજન દાદાની જે મૂર્તિ છે તેના જેવી જ આબેહૂબ મૂર્તિ ડભોઇ તાલુકાના પારીખા ગામે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં બિરાજમાન છે. જે મંદિર પૌરાણિક મંદિર છે. આ મંદિરેથી લીધેલી ટેક કષ્ટભંજન દાદા પરિપૂર્ણ કરે છે. કેટલાય હરિભક્તોની મનોકામનાઓ આ કષ્ટભંજન દાદા ના દર્શન કરવાથી પૂર્ણ થતી જોવા મળી છે. આજે પણ આ મંદિરે દર્શન કરી દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે અને સાળંગપુર જઈ દર્શન કર્યા હોય તેવી ધન્યતા અનુભવે છે. ૧૬૫ વર્ષના ઈતિહાસમાં પારીખાના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સૌ પ્રથમવાર આજરોજ શનિવારે સવારે ૧૧:૦૦ કલાકે ભવ્ય લીલા ખજૂરનો અન્નકૂટ યોજાયો હતો. જેના મુખ્ય યજમાન તરીકે મનમોહનભાઈ મણીલાલ પટેલ (પારીખા) હતા. તેઓ દ્વારા આ લીલા ખજૂરનો અન્નકૂટ યોજવામાં આવ્યો હતો. જેનો આસપાસના હરિભક્તોએ આ અન્નકૂટના દર્શન કરી લાભ લીધો હતો.
પારીખા કષ્ટભંજન દેવ મંદિરના કોઠારી મોહન પ્રસાદ દાસજીસ્વામીએ મુખ્ય યજમાનને આશીર્વચન આપ્યા હતા. સાળંગપુરના કષ્ટભંજન દેવ જેવી જ મૂર્તિ હોવાને કારણે ડભોઇ તાલુકા અને પારીખાની આસપાસના હરિભક્તો આ મંદિરે ભારે શ્રધ્ધાથી દર્શનાર્થે આવતા હોય છે. અને આ કષ્ટભંજન દેવ પણ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે. જેના કારણે હરિભક્તો આ મંદિર અને કષ્ટભંજન દેવમાં અપાર શ્રદ્ધા રાખતા જોવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.