બોટાદ જીલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણનામાં બૌદ્ધ ધર્મનું ખાતુ ખુલ્યુ - At This Time

બોટાદ જીલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણનામાં બૌદ્ધ ધર્મનું ખાતુ ખુલ્યુ


બોટાદ જીલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણનામાં બૌદ્ધ ધર્મનું ખાતુ ખુલ્યુ

ભારતીય બૌદ્ધ મહાસભા જીલ્લા શાખા બોટાદ દ્વારા આયોજિત ગત તારીખ.૦૪/૦૬/૨૦૨૩ ના રોજ બંધારણીય ભવ્ય બૌદ્ધ ધમ્મ દિક્ષા(ધર્મ પરિવર્તન)કાર્યક્રમ રાજગૃહ બોટાદ ખાતે યોજાયેલ હતો જેનાં અનુસંધાને જીલ્લા કલેક્ટર સાહેબ બોટાદ દ્વારા તારીખ. ૨૨/૧૧/૨૦૨૩ ના રોજ ધર્મ પરિવર્તન માટે હુકમ કરવામાં આવેલ ત્યારબાદ તારીખ.૨૯/૦૨/૨૦૨૪ ના રોજ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા)બોટાદ દ્વરા બોટાદ જીલ્લામાં પ્રથમ લઘુમતી બૌદ્ધનું પ્રમાણપત્ર બોધિરાજ બૌદ્ધને આપવામાં આવેલ પ્રથમ લઘુમતી બૌદ્ધનું પ્રમાણપત્ર બોધિરાજ બૌદ્ધના પરિવારે મેવ્યુ હતું અત્યાર સુધી બોટાદ જીલ્લો બૌદ્ધ ધર્મનાં કોલમમાં જીરો હતો હવે બોટાદમાં સરકારના રજીસ્ટરે બૌદ્ધ ધર્મની સંખ્યા જોવા મળશે બોટાદમાં જાતિ ગણનામાં બૌદ્ધ ધર્મની નૌંધણીની શરૂઆત થઈ ગય છે.બોટાદ જીલ્લામાં પણ આવનારા સમયમા બોધિસ્ટો ની સંખ્યામાં વધારો થશે એવી માહિતી ભારતીય બૌદ્ધ મહાસભા જીલ્લા અધ્યક્ષ બોટાદ. બોધિરાજ બૌદ્ધ ઉર્ફ પરેશભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવેલ.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.