બરવાળા માં લઠ્ઠાકાંડ ના કારણો હાથીજણ અને વાંચમાંથી 2 દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nfgpsiljgecrqrpw/" left="-10"]

બરવાળા માં લઠ્ઠાકાંડ ના કારણો હાથીજણ અને વાંચમાંથી 2 દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ


બરવાળા માં લઠ્ઠાકાંડ ના કારણો હાથીજણ અને વાંચમાંથી 2 દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ

વિવેકાનંદ નગર પોલીસે હાથીજણ તેમજ વાંચમાંથી કુલ 2 દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડી કાર્યવાહી હાથ ધરાઇ હતી. બરવાળા લઠ્ઠાકાંડ બાદ દસક્રોઈની વિવેકાનંદ નગર પોલીસે અલગ અલગ ગામોમાં કડક કાર્યવાહી હાથ ધરી દેશીદારૂ પકડી પાડી છે તેમજ2 દેશીદારૂની ભઠ્ઠીઓ પકડી પાડી હતી.

હાથીજણમા રંજનબેન વસુભાઈ ચુનારાના ઘેર દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ છે એવી બાતમી મળતા રેઇડ કરતા દેશીદારૂ ગાળવાનો 100 લીટર વોશ,5 લીટર દેશી દારૂ, પીપ, ગેસનો બાટલો, તગારા કબ્જે લીધા હતા.

બીજી 1 ભઠ્ઠી વાંચ ચુનારા વાસમાં દિલુબેન બળદેવભાઈ ચુનારા તેમજ બળદેવભાઈ ઝવેરભાઈ ચુનારા પોતાના ઘરમાં દારૂ ગાળે છે બાતમી મળતા 80 લીટર વોશ અને 5 લીટર દેશીદારૂ તેમજ દારૂગળવાની પીપ, તગારું, નળી સહિતની સામગ્રી સાથે આરોપીઓને પકડી કાર્યવાહી હાથ ધરી હતી. બંને ભઠ્ઠીઓમાં મહિલાઓ સામેલ હોવાથી ચકચાર મચી જવાં પામી હતી.

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]