ચેસ ઓલમ્પિયાડ પહેલા નેપિયર બ્રિજ વિશાળ શતરંજ બોર્ડમાં ફેરવાયો, જુઓ વીડિયો - At This Time

ચેસ ઓલમ્પિયાડ પહેલા નેપિયર બ્રિજ વિશાળ શતરંજ બોર્ડમાં ફેરવાયો, જુઓ વીડિયો


- PM નરેન્દ્ર મોદી આ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરશેચેન્નાઈ, તા. 17 જુલાઈ 2022, રવિવારતમિલનાડુના મામલ્લાપુરમમાં 28 જુલાઈથી શતરમજ ઓલિમ્પિયાડ શરૂ થવા જઈ રહ્યો છે. જોકે અહીં શતરંજની બિછાત પહેલેથી જ બિછાવી દેવામાં આવી છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈના નેપિયર બ્રિજને શતરંજની જેમ સજાવવામાં આવ્યો છે. આ બ્રિજને જોઈને એવું લાગશે જેમ કે, તેના પર શતરંજ પથરાય ચૂકી છે. શતરંજના બ્લેક એન્ડ વ્હાઈટ બોર્ડ જેવા દેખાતા આ બ્રિજ તરફ લોકો આકર્ષાય છે. આ બ્રિજનો વીડિયો IAS ઓફિસર સુપ્રિયા સાહુએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.ફોટો અને સેલ્ફી લઈ રહ્યા છે લોકોત્યાંથી પસાર થતા લોકો શતરંજ જેવા દેખાતા આ બ્રિજનો ફોટો લઈ રહ્યા છે તો કોઈ સેલ્ફી લઈ રહ્યા છે. તમિલનાડુમાં 28 જુલાઈથી 44મો શતરંજ ઓલિમ્પિયાડ શરૂ થઈ રહ્યો છે. તેની મશાલ રિલે શનિવારના રોજ છત્તીસગઢની રાજધાની રાયપુર પહોંચી હતી.શતરંજના ગ્રાન્ડ માસ્ટર પ્રવીણ થિપ્સે જેમને અર્જૂન પુરસ્કાર મળી ચૂક્યો છે તેમણે આ મશાલ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં સોંપી હતી. ત્યારબાદ સીએમ બઘેલને આ મશાલ ફિડે માસ્ટર કિરણ અગ્રવાલને આપી હતી.આ અવસર પર સીએમ બઘેલે જણાવ્યું હતું કે, ખૂબ જ ગર્વની વાત છે કે, પ્રથમ વખત શતરંજ ઓલિમ્પિયાડની મશાલ રિલેનું પણ ઓલિમ્પિકની તર્જ પર આયોજન કરવામાં આવ્યું છે. આ મશાલ આજે રાજ્યમાં છે અને ઉભરતા શતરંજ ખેલાડીઓ માટે પ્રેરણાનું કામ કરશે. 1986 અને 1990માં શતરંજ ઓલિમ્પિયાડ રમી ચૂકેલી અગ્રવાલની પ્રશંસા કરતાં તેમણે કહ્યું કે, શતરંજ રમનારી ભાવિ પેઢીઓ તેમની પાસેથી પ્રેરણા લેશે. 28 જુલાઈના રોજ પીએમ મોદી શતરંજ ઓલિમ્પિયાડનો શુભારંભ કરશેમામલ્લાપુરમમાં શરૂ થવા જઈ રહેલા શતરંજ ઓલિમ્પિયાડને લઈને સજાવવામાં આવેલા નેપિયર બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 10 ઓગષ્ટથી ચાલું થનારી આ ટૂર્નામેન્ટમાં 187 દેશોના 2,000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. ટૂર્નામેન્ટનો ભવ્ય ઉદઘાટન સમારોહ ચેન્નાઈના નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. પીએમ નરેન્દ્ર મોદી આ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન ઓલિમ્પિયાડમાં એન્ટ્રી કરી રહેલી ટીમોની સંખ્યાની બરાબરી કરવા માટે FIDE એટલે કે, વર્લ્ડ ચેસ ફેડરેશને યજમાન દેશ ભારતની ત્રીજી ટીમને મંજૂરી આપી દીધી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.