ધંધુકાના રંગપુર ગામે રામાપીર ના મંદિરે ભાદરવા સુદબીજના દિવસે 600થી વધુ વિધાર્થીને બટુકભોજન કરાવાય છે. - At This Time

ધંધુકાના રંગપુર ગામે રામાપીર ના મંદિરે ભાદરવા સુદબીજના દિવસે 600થી વધુ વિધાર્થીને બટુકભોજન કરાવાય છે.


અમદાવાદ જીલ્લા ના ધંધુકાના રંગપુર ગામે રામાપીર ના મંદિરે ભાદરવા સુદબીજના દિવસે 600થી વધુવિધાર્થીને બટુકભોજન કરાવાય છે.

120 વર્ષ જૂની રામાપીરની મૂર્તિની સ્થાપના કરાય છે રંગપુર રામગર સ્વામીની જગ્યામાં 40 વર્ષથી રામાપીરના નોરતાની કરાતી ખાસ ઉજવણી.

ધંધુકા તાલુકાના રંગપુર ગામની રામગર સ્વામીની જગ્યામાં 4 દાયકાથી ભાદરવા સુદ બીજના દિવસથી દેશમ સુધી રામાપીરની 120 વર્ષ જૂની મૂર્તિની સ્થાપના કરીને રામાપીરના નોરતાની ઉજવણી કરવામાં આવે છે જેમાં રવિવારે ભાદરવા સુદ બીજના દિવસે જગ્યામાં ગામની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના 600 થી વધુ વિદ્યાર્થીઓને બટુક ભોજન કરાવવામાં આવે છે.

આ અંગે જગ્યાના ગાદીપતિ મહામંડલેશ્વર 1008 જયદેવ બાપુએ જણાવ્યુ કે આ જગ્યામાં સમાધિસ્થ પૂ. દેવીમા તથા નમા નવ દિવસ નકોરડા ઉપવાસ અને અનુષ્ઠાનકરતા હતા. આ જગ્યામાં રામાપીરના નોરતા નીમીત્તે દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાય છે આ ઉપરાંત આ જગ્યામાં દર ભાદરવા સુદ બીજના દિવસે બટુક ભોજન તથા પુનમે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવે છે.


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.