ખાનગી બસ પાછળ એસ.ટી. બસ અથડાઈ: છ મુસાફરોને ઈજા - At This Time

ખાનગી બસ પાછળ એસ.ટી. બસ અથડાઈ: છ મુસાફરોને ઈજા


રાજકોટ-ગોંડલ હાઈવે પરના કોરાટ ચોક પાસે ખાનગી બસ પાછળ એસ.ટી. બસ ધડાકાભેર અથડાતાં એસ.ટી.બસમાં સવાર છ મુસાફરોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતો.પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલે વ્હેલી સવારે ભુજથી વેરાવળ જતી એસ.ટી. બસ રાજકોટથી નિકળી વેરાવળ તરફ જતી હતી
ત્યારે ગોંડલ રોડ પર આવેલ કોરાટ ચોક પાસે આગળ જતી ખાનગી બસના ચાલકે સ્પીડ બ્રેકર આવતાં બસ ધીમપાડી હતી ત્યારે પાછળ આવિ રહેલ એસ.ટી. બસના ચાલકથી બ્રેક ન લાગતા બસ ધડાકાભેર અથડાઈ હતી.બનાવમાં બંન્ને બસમાં નુકશાન થયું હતું. અને એસ.ટી.બસમાં સવાર રૂપલ બકુલભાઈ નાગર (ઉ.વ.31) આરેતી આશીષભાઈ શાહ (ઉ.વ.33) રાજેશભાઈ સિરંગલબ પંડયા (ઉ.વ.63) શ્રધ્ધાબેન ધ્રુવભાઈ પંચાસરા (ઉ.વ.29) (રહે.પાંચેય અમદાવાદ)
દાનાભાઈ સાંગાભાઈ મારૂ (ઉ.વ.47) (રહે.ગીરસોમનાથ)અને માનસીંગભાઈ ચૌહાણ (ઉ.વ.35)ને ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફીક કલીયર કરાવ્યો હતો.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.