રાજકોટ:ગરમી વધવા લાગી - At This Time

રાજકોટ:ગરમી વધવા લાગી


સૌરાષ્ટ્ર-ગુજરાતમાં માવઠા બાદ ગઈકાલથી સર્વત્ર વાતાવરણ સ્વચ્છ બન્યુ છે અને ફરી સુર્ય દેવતા તાપ વરસાવવા લાગ્યા છે. આથી ઠેરઠેર ફરી ગરમીનો અનુભવ શરૂ થઈ ગયો છે. ગઈકાલે જ રાજકોટ સહીત છ સ્થળોએ 36 તી 37 ડીગ્રી જેટલુ મહતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
ગઈકાલે રાજકોટમાં 36.5 ડીગ્રી તાપમાન સાથે નગરજનોએ ગરમીનો અહેસાસ કર્યો હતો. જયારે રાજયની સૌથી વધુ ગરમી ભુજ ખાતે 37.3 ડીગ્રી સાથે નોંધાઈ હતી. તેમજ ગઈકાલે અમદાવાદમાં 36.7, વડોદરામાં 35.8 ગાંધીનગરમાં 35.5, જુનાગઢમાં 36.4, કંડલામાં 35.8 તેમજ પાટણમાં 36.1 અને સુરતમાં 36.5 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયા પામ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, હવે આવતા પાંચ દિવસ સુધી હવામાન ખાતે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ક્રમશ: ફરી તાપમાનનો પારો ઉપર ચડવા સાથે ગરમી વધવાની આગાહી કરાઈ છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.