તલવાર કરતા કલમની તાકાત મોટી છે તમારી છુપાયેલી તાકાત ને ઓળખો અને આ તાકાત નૉ પ્રજાના હિતમાં ઉપયોગ કરૉ : કાલાવાડીયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/n6an4qmgiwkhpebj/" left="-10"]

તલવાર કરતા કલમની તાકાત મોટી છે તમારી છુપાયેલી તાકાત ને ઓળખો અને આ તાકાત નૉ પ્રજાના હિતમાં ઉપયોગ કરૉ : કાલાવાડીયા


તલવાર કરતા કલમની તાકાત મોટી છે તમારી છુપાયેલી તાકાત ને ઓળખો અને આ તાકાત નૉ પ્રજાના હિતમાં ઉપયોગ કરૉ : કાલાવાડીયા

જસદણના ચોહલીયા ફાર્મ ખાતે ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા ની ઉપસ્થિતિમાં જસદણ વિંછીયા આટકોટ સાણથલી દડવાના પત્રકારોની બૅઠક મળી

પત્રકાર સુરક્ષા કાનુન સંગઠન જૅવી વિવિધ ચર્ચાઓ બાદ જસદણ વિછીયા રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્ર ઝૉનના હૉદૅદારૉ ની વરણી કરવામાં આવી

જસદણ શહૅરના બાઇપાસ રૉડ પર આવૅલ ચોહલીયા ફાર્મ ખાતૅ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવાડીયા ની ઉપસ્થિતી મા જસદણ વિંછીયા શહેર તાલુકાના પત્રકારૉની મીટીંગ યોજાય હતી આ મિટિંગમાં ખાસ પત્રકાર સુરક્ષા કાનુન અને સંગઠન મજબૂતી અંગે વિશેષ ચર્ચાઓ થઈ હતી ત્યારબાદ જીગ્નેશભાઈ કાલાવડીયા દ્વારા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં જસદણ વિછીયા તાલુકાના એબીપીએસએસના અધ્યક્ષ તરીકે બીજલભાઇ ભૅસજાળીયા તથા રાજકોટ જિલ્લા એબીપીએસએસ ના અધ્યક્ષ તરીકે દિપકભાઈ રવિયા તેમજ સૌરાષ્ટ્ર ઝોન એબીપીએસએસના ઉપાધ્યક્ષ તરીકે નરેશભાઈ ચોહલીયા ની સર્વાનુમતૅ વરણી કરવામાં આવી હતી જીગ્નેશભાઈ કાલાવાડીયા દ્વારા નિમણૂક પત્ર આપતા જ જસદણ વિંછીયા આટકોટ સાણથલી મોટા દડવા સહિતના તમામ પત્રકાર મિત્રોએ ઉમળકાભૅર આવકારી હતી આતકૅ ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષો થી પત્રકારૉના હીતની લડાઈ લડી રહ્યા છીયૅ જૅ બિન સ્વાર્થની લડાઈ છૅ જેમાં પોતાના નો કોઈ સ્વાર્થ નથી હુ જ્યારે પત્રકાર તરીકે સક્ષમ અને નિષ્ઠાવાન હતૉ ત્યારે ઘણા એવા કડવા અનુભવ થયા છૅ જેમાથી મને શીખવા મળ્યું અને વિચાર આવ્યો કે પત્રકાર કોઈ સામન્ય વ્યક્તિ નથી પત્રકાર એટલે ચૉથી જાગીર છે ગમે તેવા કપરા સમય માં પ્રજાના પ્રશ્નો ને વાચા આપે છે પ્રજા ના પ્રશ્નો ને ન્યાય અપાવે છે પ્રજા ના પ્રશ્નો ને સરકાર સુધી પહોંચાડે છે સરકારની પણ યોજના પરિપત્ર અને એજન્ડા ઓ તેમજ માહિતી પ્રજા સુધી પત્રકાર પહોંચાડે છે જીગ્નેશભાઇ કાલાવાડીયા ઍ વધુમાં જણાવ્યું હતુ કૅ આપણામાં આખો ન હોય તો જીવન અંધકાર મય બની જાય છે માટે પ્રજાની ત્રીજી આંખ એટલે પત્રકાર જે પ્રજા ના પ્રશ્નો નુ નિરાકરણ લાવે સાચી હકીકત બહાર લાવે અને અન્યાય થતો હોય ત્યાં કલમ ની તાકાત થી ન્યાય અપાવે તેને પત્રકાર કહેવાય આજે બીજા ને ન્યાય અપાવનાર પત્રકાર જે ખુદ ન્યાય માટે હક માટે લડી રહ્યા છે પત્રકારો ની સમસ્યા શું છે પત્રકારો ને સુ તકલીફ છે તે પ્રજા નથી જાણતી પણ સરકાર જાણવા છતાં અજાણ છે, જૅથી હું પત્રકારો ના કાયદા સુરક્ષા હક ઈચ્છા અને ગરિમા જળવાઈ રહે તે માટે લડીસ તૅમ મનોમન નક્કી કરી પત્રકારો ના હિતમાં તેમજ માન સન્માન જળવાઈ રહે અને તેના માટે અલગ પત્રકાર સુરક્ષા કાનૂન માટૅની આપણી લડાઈ છૅ પત્રકારૉ ગમૅતૅ ઋતુ હોય ટાઢ તડકો વરસાદ ગમે તેવા કપરા સમયમાં મારા મારી હુલડ તૉફાન કૉરૉના જૅવીમહામારી હોય આંતકવાદી હુમલા જૅવી ઘડના ઑ ના કવરૅજ માટૅ પત્રકારૉ પોતાના જીવ ના જોખમે કવરેજ કરે છે તો આજે પત્રકારની સુરક્ષા માટે શું ભારત ના બંધારણ માં કાયદો સુરક્ષા કે વ્યવસ્થા નથી પત્રકાર માટે અલગ કાયદા અને સુરક્ષા તેમજ પેન્શન હક હિસ્સા અને સરકારી લાભો જે સરકારી નોકરિયાત ને મળે છે તે મળવા જોઈ એ પત્રકારો માટે અલગ કાયદા વ્યવસ્થા હોવી જોઈએ આપણે રાત દિવસ જોયા વગર આપણા માટે લડાઈ લડી રહ્યા છિયૅ મહેનત આજે છત્તીસગઢ માં રંગ લાવી છે અને મહારાષ્ટ્રમાં પણ પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ થવાની તૈયારી છે જીગ્નેશભાઈ ઍ લધુમા જણાવ્યું છે કે આખા ભારત દેશ માં જ્યાં સુધી પત્રકાર ને અલગ કાયદા સુરક્ષા અને વ્યવસ્થા હક જે પત્રકાર ની માંગણીઓ છે તે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે એકલા હાથે તાળી નો પડે આજે હું ઉજળો છું તો પત્રકાર દ્વારા પત્રકાર ની એકતા એજ મારી તાકાત છે અંતમાં જીગ્નેશભાઈ કાલાવાડીયા ઍડવૉકૅટ જીતુભાઈ લખતરીયા રાજકોટ ઍબીપીઍસઍસ ના હિંમતભાઈ લાંબડીયા દ્વારા જસદણ વિછીયા ના પ્રમુખ તરીકે બીજલભાઇ ભેસજાળીયા જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના ઉપાધ્યક્ષ તરીકે નરેશભાઈ ચોહલીયા રાજકોટ જિલ્લા અધ્યક્ષ દિપકભાઈ રવિયા નૅ નિમણૂક પત્ર આપી અને પત્રકારોની લડાઈ તેજ બનાવવા એકતા સંગઠન મજબૂત બુલંદ કરવાની
અપીલ સાથે અભિનંદન પાઠવ્યા હતા રાજકોટ આ વરણીને જસદણ વિંછીયા આટકૉટ સાણથલી મૉટા દડવા સહીત ના તમામ પત્રકાર ભાઈઓએ આવકારીનૅ અભિનંદન પાઠવ્યા હતા જીગ્નેશભાઈ એ અંતમાં જણાવ્યું હતું કે તલવારની તાકાત કરતા કલમની તાકાત મોટી છે તમે તમારામાં છુપાયેલી તાકાતને ઓળખો અને તે તાકાત નો પ્રજાના હિતમાં ઉપયોગ કરવા અનુરોધ કર્યૉ હતો.

રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]