હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં પોક્સો અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો - At This Time

હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં પોક્સો અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો


*હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં પોક્સો અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો*
*********
*હિંમતનગરની પાંચ શાળાઓ વર્ચ્યુઅલ જોડાઈ*
********

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરની હિંમત હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પોક્સો એક્ટ અંગેની જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ડૉ એ.સી. જોશી દ્વારા જિલ્લાના પ્રત્યેક વ્યક્તિ સુધી પોક્સો વિશેની માહિતીઅસરકારક રીતે પહોંચે, લોકોમાં જાગૃતિ આવે અને ગુના થતા અટકે તે માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત હિંમતનગરની અન્ય પાંચ શાળાઓ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાઈ હતી.જેમાં શ્રી જૈનાચાર્ય આનંદ ધનુસરી વિદ્યાલય હિંમતનગર, શ્રી હિંમત હાઈસ્કુલ -1 હિંમતનગર, શ્રી એન. એન્ડ કે પંડ્યા, હિંમત હાઈસ્કુલ-2, હિંમતનગર, શ્રી સ્વસ્તિક હાઈસ્કુલ, હિંમતનગર અને શ્રી આદર્શ વિદ્યાલય ( વિદ્યાનગર સંકુલ ) હિંમતનગર પોક્સો અવેરનેસ કેમ્પેઈનમાં ઓનલાઇન જોડાઈ હતી. આ કાર્યક્રમ આગામી 20 ઓક્ટોમ્બર સુધી જિલ્લાના તાલુકાઓની વિવિધ શાળાઓમાં યોજાવાના છે.

આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ના અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગર મિસ.એસ.વી.પિન્ટો સાહેબના માર્ગદર્શન હેઠળ ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર જજ શ્રી પી.કે.ગઢવી, શાળાના આચાર્યશ્રી એસ. એસ. પટેલ, શિક્ષકો અને વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.