દાંતા તાલુકાના મોટાસડા જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય માં ૭૪મા પ્રજાસત્તાકદિન ‘ની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

દાંતા તાલુકાના મોટાસડા જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય માં ૭૪મા પ્રજાસત્તાકદિન ‘ની ભવ્ય ઉજવણી કરવામાં આવી


દાંતા તાલુકાના મોટાસડા જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય માં ૭૪મા પ્રજાસત્તાકદિન ‘ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય, મોટાસડા માં તારીખ 26/01/2023 ને ગુરુવાર ના રોજ 74 મા ‘પ્રજાસત્તાકદિન’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમા મોટાસડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ નિમિત્તે ગામના ડેપ્યુટી સરપંચ શ્રી રાજેન્દ્રસિંહ ડી. બારડ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ કાર્યક્ર્મ નિમિત્તે શાળાના આચાર્ય શ્રી ડી.ટી.રાઠોડ સાહેબ તેમજ ડેપ્યુટી સરપંચ શ્રી રાજેન્દ્રસિંહ બારડ,તેમજ દિવ્યેશભાઈ વૈષ્ણવ દ્વારા ભારતનું બંધારણ તેમજ શહિદોના બલિદાન ઉપર ધારદાર વક્તવ્ય આપવામાં આવ્યું. હાઈસ્કુલ તથા પ્રાથમિકના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા. ગ્રામજનો દ્વારા બાળકોને પ્રોત્સાહક ઈનામોની મોટા પ્રમાણમાં જાહેરાત કરવામાં આવી.ડેપ્યુટી સરપંચ શ્રી રાજેન્દ્રસિંહ બારડ દ્વારા હાઈસ્કુલ તથા પ્રાથમિકને ૧૦,૨૦૦ રૂપિયાનું તેમજ પૂર્વ સરપંચશ્રી નવલસિંહ બારડ દ્વારા ૨૧૦૦/- અને ફુલસિંહ આંબળા,ભરતભાઈ જોષી,રણજીતસિંહ એચ ગેલોત દ્વારા ૧૧૦૦ રૂપિયાનું દાન કરવામા આવ્યું. ધ્વજવંદન કાર્યક્ર્મ નું સંચાલન શાળાના શિક્ષક શ્રી પંકજભાઈ કે પટેલ દ્વારા તેમજ સમગ્ર કાર્યક્ર્મ નું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ બી પ્રજાપતી દ્વારા કરવામાં આવ્યું. અંતે દર વર્ષના દાતાશ્રી એમ.બી.સોલંકી સાહેબ દ્વારા રેવડી વડે મો મીઠુ કરાવવામાં આવ્યું.

હાઈસ્કુલ તથા પ્રાથમિક શાળા ના સ્ટાફ પરિવાર ની અથાગ મહેનત થી આ કાર્ય ક્રમ ખુબ સફળ રહ્યો.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.