દાંતા તાલુકાની મોટાસડા હાઈસ્કૂલ મતદાન જાગૃતિ સ્પર્ધાઓમાં જીલ્લા કક્ષાએ ઝળકી - At This Time

દાંતા તાલુકાની મોટાસડા હાઈસ્કૂલ મતદાન જાગૃતિ સ્પર્ધાઓમાં જીલ્લા કક્ષાએ ઝળકી


દાંતા તાલુકાના મોટાસડા હાઈસ્કૂલ મતદાન જાગૃતિ સ્પર્ધાઓમાં જીલ્લા કક્ષાએ ઝળકી

કલેકટર કચેરી પાલનપુર અને ચુંટણી અધિકારી બનાસકાંઠા દ્વારા આયોજીત મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ ચિત્રસ્પર્ધા અને વિડીઓ સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય, મોટાસડાના વિદ્યાર્થી ગેલોત વનરાજસિંહ નવીનસિંહ તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જીલ્લા કક્ષાએ ભાગ લઈ સમગ્ર બનાસકાંઠામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી માનનીય કલેકટર સાહેબશ્રી દ્વારા ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં.રાષ્ટ્રીય કાર્યક્રમ માં સહભાગી થઈ વિજેતા બની શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીને શાળાના આચાર્યશ્રી ડી.ટી.રાઠોડ દ્વારા તથા ૭૪ પ્રજાસત્તાક દિને રાજેન્દ્રસિંહ બારડ ડેપ્યુટી સરપંચ મોટાસડા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.