બરવાળા તાલુકાના વાહિયા ગામે સેગ્રીગેશન શેડનું કામ પૂર્ણ: રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશમાં બોટાદ જિલ્લાવાસીઓ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની રહ્યા છે - At This Time

બરવાળા તાલુકાના વાહિયા ગામે સેગ્રીગેશન શેડનું કામ પૂર્ણ: રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશમાં બોટાદ જિલ્લાવાસીઓ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની રહ્યા છે


‘સ્વચ્છતા હી સેવા’ ૨૦૨૩ની ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ની થીમ સાથે ગામડાઓ કચરા મુક્ત બની રહે તે માટે વિવિધ ગામોમાં સફાઈને પ્રાધાન્ય આપી લોકોને આ ઉજવણી સાથે જોડવામાં આવી રહ્યા છે આ રાષ્ટ્ર વ્યાપી ઝુંબેશમાં બોટાદ જિલ્લાવાસીઓ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની રહ્યા છે ત્યારે બરવાળા તાલુકાના વાહિયા ગામે સેગ્રીગેશન શેડની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જેનાથી હવે ગામવાસીઓને કચરાના નિકાલ માટે સરળતા રહેશે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગામડાઓ કચરા મુક્ત બને તે માટે સફાઈ અભિયાન, લોકજાગૃતિ, શેરી નાટકો, સ્વચ્છતા રેલી, શાળામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સફાઈ કર્મચારીઓના હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ સફાઈ કર્મચારીઓને કોઈ અવગડતાના ન પડે તે માટે તેમને સમજણ આપવી વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઉપરાંત ગામડાઓમાં સ્વચ્છતાને વેગ આપતી અન્ય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ગામડાઓ સ્વચ્છ બને તે માટે ‘સ્વચ્છતા હી સેવા’ અંર્તગત ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવી રહી છે સફાઈ અભિયાન અને સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે લોકો પણ સ્વયંભૂ જોડાઈને આ અભિયાનમાં પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો: 8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.