ધંધુકાના રાઈણુવાળા મેલડી માતાજીનો ૨૦ મો પાટોત્સવ ઉજવાશે - At This Time

ધંધુકાના રાઈણુવાળા મેલડી માતાજીનો ૨૦ મો પાટોત્સવ ઉજવાશે


અમદાવાદ જીલ્લા ના ધંધુકાના રાઈણુવાળા મેલડી માતાજીનો ૨૦ મો પાટોત્સવ ધામધૂમથી યોજવામાં આવશે

તા.૧૪ મી ને રવિવારે શોભાયાત્રા રાત્રે ડાકડમરૂ, તા.૧૫ મી ને સોમવારે નવચંડી યજ્ઞ, તા.૧૬ મી એપ્રિલ ને મંગળવારે મહાપ્રસાદનું આયોજન : કાર્યક્રમ ને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરુ કરાઈ. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેના રાઈણુવાળા મેલડી માતાજીનો ૨૦ મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાશે. રાઈણુવાળા મેલડી માતાજીનો ૨૦ મો પાટોત્સવ સમિતિ અને માઈ ભક્ત મંડળ ધ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ધંધુકાના રાઈણુવાળા મેલડી માતાજીના ૨૦ મો પાટોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમા તા.૧૪ મી એપ્રિલ ને રવિવારે ધંધુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેથી સાંજે ૪ વાગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમા વિશાળ સંખ્યામાં માઈભકતો, ભજન મંડળીઓ જોડાશે.ઉપરાંત રાત્રે ૯ વાગે રાઈણુવાળા મેલડી માતાજી મંદિર ખાતે ડાકડમરુ ભજન કાર્યક્રમ યોજાશે. તા. ૧૫ મી એપ્રિલ ને સોમવારના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે, તા.૧૬ મી એપ્રિલ ને મંગળવારે સવારે ૧૧ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. કાર્યક્રમ ને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરુ કરાઈ છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.