અંબાજી ખાતે રાજસ્થાન - ગુજરાત બોર્ડર રેન્જ આઇજી સાથે બંને રાજ્યના વિવિધ પ્રશ્નો સંદર્ભે મિટિંગ યોજાઈ ,બંને રાજ્યો પાકિસ્તાન બોર્ડર થી સંકળાયેલી છે. - At This Time

અંબાજી ખાતે રાજસ્થાન – ગુજરાત બોર્ડર રેન્જ આઇજી સાથે બંને રાજ્યના વિવિધ પ્રશ્નો સંદર્ભે મિટિંગ યોજાઈ ,બંને રાજ્યો પાકિસ્તાન બોર્ડર થી સંકળાયેલી છે.


અંબાજી વિશ્વનું સૌથી લોકપ્રિય શક્તિપીઠ છે અને અંબાજી સુરક્ષા ની દ્રષ્ટિએ ઝેડ કેટેગરીમાં આવે છે ,અંબાજી આસપાસ રાજસ્થાન રાજયની બંને સરહદ લાગે છે, ત્યારે અંબાજીની સાથે - સાથે ગુજરાત અને રાજસ્થાનની સુરક્ષા માટે શનિવારે બંને રાજ્યની સુરક્ષાની મહત્વની મિટિંગ નું આયોજન અંબાજી ખાતે યોજાઈ હતી.આ મિટિંગ મા બોર્ડર રેન્જ આઇજી જે આર મોથલીયા,બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સાથે રાજસ્થાન રાજ્ય વતી 2 રેન્જ આઇજી જેમા રાઘવેન્દ્ર સુહાસ ,પાલી રેન્જ આઇજી અને અક્ષયપાલ લાંબા ,ઉદયપુર રેન્જ આઇજી સાથે વિવિધ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા અને સુરક્ષાની બાબતો પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.મિટિંગ પહેલા બંને રાજ્યના આઇજી સહીત અધિકારીઓ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ હતી.

રાજસ્થાન રાજ્યના ઉદયપુર રેન્જ આઇજી ,પાલી રેન્જ આઇજી સાથે ગુજરાત રેન્જ આઇજી તેમજ બનાસકાંઠા એસપી સાથે કોઓડિનેશન મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ ,ઇન્ટરસ્ટેટ કોઓડિનેશન વ્યવસ્થિત થાય તે માટે મિટિંગ નું આયોજન કરાયુ હતુ આ મિટિંગ મા નક્કી કરવામા આવ્યુ કે ઇન્ટરસ્ટેટ કોઈ ઇસ્યુ ઉભો થાય જેમકે દાખલા તરીકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ નો કોઈ પ્રશ્ન ઉભો થાય, લો-એન્ડ ઓર્ડરના કોઈપ્રશ્ન ઉપસ્થિત થાય એ વખતે બંને સ્ટેટ સાથે કેવી રીતે કોઓડિનેશન થાય કેવી રીતે આવા પ્રશ્નો શોર્ટ આઉટ કરી શકાય તે માટેની વિગતવાર ચર્ચા થઇ અને એના માટે આગામી સમયમાં એક્શન પ્લાન તૈયાર થશે, જે એજન્સી છે તેની સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.આ માટેની ક્વાટરલી મિટિંગ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યુ ,આવી મિટિંગો મળતી રહે અને એડજોઈનીંગ સ્ટેટ સાથેના કોઈ પ્રશ્નો હોય તો તે પ્રશ્નો દૂર કરી શકાય જે માટે આ મિટિંગ નું આયોજન કરાયું હતું.

:- બંને રાજ્યના રેન્જ આઇજી હાજર રહ્યા,આગામી સમયમાં એક્શન પ્લાન બનાવાશે :-

રાઘવેન્દ્ર સુહાસ ,પાલી રેન્જ આઇજી એ જણાવ્યું કે અમે ઇન્ટરસ્ટેટ મિટિંગ ઘણી કરી છે ,આ મામલે ગુજરાત અને રાજસ્થાન ની મિટિંગ મા ઉદયપુર રેન્જ ,બાંસવાડા રેન્જ ,પાલી રેન્જ કોઓડિશન કેવી રીતે કરવું તેની જાણકારી બંને રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે કરાઈ,પોલીસ મુખ્યાલય ના આદેશ મુજબ હમે મિટિંગ કરી છે ,આગળ વ્યવસ્થા શું બનશે જે અંતર્ગત અંબાજી મંદિર ના દર્શન કર્યા બાદ અંબાજી ખાતે ગુજરાતના બોર્ડર રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા સાથે મીટીંગનું આયોજન કરાયું હતું,બંને સ્ટેટના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી જેમા ડિઝાસ્ટર મેનેજમેન્ટ નો કોઈ પ્રશ્ન ઉભો થાય લો એન્ડ ઓર્ડર ના કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એ વખતે બંને સ્ટેટ સાથે કેવી રીતે કોઓડિશન થાય કેવી રીતે શોર્ટ આઉટ કરી શકાય તે માટેની વિગતવાર ચર્ચા થઇ

:- રેન્જ આઇજીએ ગુજરાતની ચર્ચા અંબાજી મંદિરના મિટિંગ હોલ મા કરી :-

અંબાજી મંદિર ખાતે બોર્ડર રેન્જ આઇજીએ બનાસકાંઠા જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સાથે મિટિંગ કરી હતી જેમા બનાસકાંઠા જીલ્લાના ડીવાયએસપી ડો.કુશલ ઓઝા ,ડો.જીગ્નેશ ગામીત સહીત 28 પોલીસ સ્ટેશન ના પીઆઇ ,પીએસઆઇ સહીત પોલીસ જવાનો હાજર રહ્યા હતા.અંબાજી પીઆઇ જી આર રબારી પણ હાજર રહ્યા હતા.બનાસકાંઠા એલસીબી ,એસઓજી ,પેરોલ ફ્લો ,સાયબર વિભાગ પણ મિટિંગમાં હાજર રહ્યું હતુ.

નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.