માતરવાણીયામાં જાહેરમાં કુલ 5 ઈસમો જુગાર રમતા જુગારી ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mntqzyleqzrjstzu/" left="-10"]

માતરવાણીયામાં જાહેરમાં કુલ 5 ઈસમો જુગાર રમતા જુગારી ઝડપાયા


માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ વિરાભાઇ કોડીયાતર, જયદીપસિંહ ડોડીયા, વિમલભાઈ ડોબરીયા, વિજયભાઈ બાબરીયા, અરુણભાઈ મહેતા, દિલાવરસિંહ મોરી, મિલનભાઈ ઝાલા સહિતના પોલીસ સ્ટાફને સંયુકતમાં ખાનગી ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે માતરવાણીયા ગામે રામ મંદિર પાસે ચોકમાં જાહેરમાં વિજય નાથાભાઈ દયાતર, વિજય નાથાભાઈ નાવડીયા, રોહિત ભાણજીભાઈ મકવાણા, રણજીત રાજાભાઈ ધાના, મહેન્દ્ર બાદુરભાઈ છેલાવડા સહિત કુલ 5 ઈસમો હાર જીતનો જુગાર રમી રમતા રોકડ રૂ.11400/અને મો.ન. 2 રૂ.3500/સાથે કુલરૂ.14900/ના મુદ્દામાલ રેઈડ દરમ્યાન મળી આવતા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]