રાજ્યકક્ષાએ રમવા જઈ રહેલી કબડીની ટીમને ઉત્સાહ ઉમંગ વધારતા તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા - At This Time

રાજ્યકક્ષાએ રમવા જઈ રહેલી કબડીની ટીમને ઉત્સાહ ઉમંગ વધારતા તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા


રાજ્યકક્ષાએ રમવા જઈ રહેલી કબડીની ટીમને ઉત્સાહ ઉમંગ વધારતા તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા

આજરોજ જસદણ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ જીગ્નેશભાઈ રામાણીની કબડીની ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લાવી અને રાજ્ય કક્ષાએ રમવા જઈ રહી છે ત્યારે જસદણ બીજેપી તાલુકા પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા જિલ્લા કિસાન મોરચા પ્રમુખ વિનુભાઈ ઠુંમર, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ, નિમેષભાઈ શુકલ અને વિશાલભાઈ વેકરીયાએ મોર્ડન સ્કૂલ ખાતે પ્રેક્ટિસ કરી રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છા મુલાકાત લઈ ઉત્સાહ અને ઉમંગમાં વધારો કર્યો હતો. ત્યારે ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે કોઈ પણ કાર્યને અથવા સપનાને સિદ્ધ કરવા માટે દ્રઢ નિશ્ચય, વિશ્વાસ, સંકલ્પ, અને હકારાત્મક અભિગમ રાખીએ તો અવશ્ય સફળતાના શિખર સુધી પહોંચી શકીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.