તાલુકા હેલ્થ ઑફિસ દ્વારા સુઈગામ સેવાસદનના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mkgu4q4udgg8egr5/" left="-10"]

તાલુકા હેલ્થ ઑફિસ દ્વારા સુઈગામ સેવાસદનના કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું


સુઇગામ તાલુકા સેવા સદનમાં શનિવારે સુઇગામ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તમામ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. સુઇગામ ટીએચઓ ડો.હિતેન્દ્રભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં સુઇગામ પીએચસીના સીએચઓ સ્ટાફ દ્વારા સુઇગામ તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં આયોજિત મેડિકલ ચેકઅપ કેમ્પમાં સુઇગામ પ્રાંત કલેકટર, એસ.એ.ડોડીયા, સુઇગામ મામલતદાર પી.જે. મકવાણા, તાલુકા વિકાસ અધિકારી કે.એ.ભાટિયા, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. ઉપરાંત મામલતદાર, પ્રાંત કચેરી, તાલુકા પંચાયતના તમામ સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓએ પણ વજન, ઊંચાઈ, બીપી, સુગર વિગેરેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
૯૯૦૪૦૨૩૮૬૨


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]