આંબાખૂંટ ઉંચા મુખ્ય પ્રા.શાળા ખાતે "સંકલ્પ વિક પ્રોગ્રામ" અંતર્ગત 'ડિજિટલ સાક્ષરતા' વિષય પર નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધા યોજાઈ... - At This Time

આંબાખૂંટ ઉંચા મુખ્ય પ્રા.શાળા ખાતે “સંકલ્પ વિક પ્રોગ્રામ” અંતર્ગત ‘ડિજિટલ સાક્ષરતા’ વિષય પર નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધા યોજાઈ…


ઘોઘંબા તાલુકાની ગોદલી પગાર કેન્દ્રમાં આવેલી આંબાખૂંટ ઉંચા મુખ્ય પ્રા.શાળા ખાતે "સંકલ્પ વિક પ્રોગ્રામ" અંતર્ગત 'ડિજિટલ સાક્ષરતા' વિષય પર નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધા મદદનીશ શિક્ષક સમીરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. તેમના દ્વારા ઉપરોકત વિષય સંદર્ભે શૈક્ષણિક માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમજ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઈનામ આપી નવાજવા આવ્યા હતા. આચાર્ય ગોરધનભાઈ રાઠવાએ વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદ્દબોધન કરી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં શાળા પરિવાર ઉત્સાહથી જોડાયો હતો.

રિપોર્ટર વિનોદ પગી


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.