બનાસકાંઠા દાંતા 10 વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mjevbxjlamefls4m/" left="-10"]

બનાસકાંઠા દાંતા 10 વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા


બનાસકાંઠા દાંતા 10 વિધાનસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં 9 વિધાનસભા સીટ પર ચુંટણી યોજાવા જઈ રહી છે. હાલની સીટો ની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામા 9 પૈકી 7 સીટો કૉંગ્રેસ પાસે છે ત્યારે આ વખતે 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આપ દ્વારા કેટલી સીટો જીતશે તે આવનારા સમયમાં જોવા મળશે. દાંતા વિધાનસભાની આદિવાસી સીટ પર આ વખતે આદિવાસી ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામા આવ્યા છે ત્યારે આ સીટ કોંગ્રેસ જાળવી રાખે છે કે પછી ભાજપ જીતી જાય છે તે આવનારા સમયમાં જોવા મળશે.

આજે દાંતા 10 વિધાનસભા સીટ પર ભાજપ,કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભાજપ પક્ષ દ્વારા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણની આગેવાનીમાં મામલતદાર ઓફિસની બાજુમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા વિજય મુહર્ત માં લાભુભાઈ પારઘી એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દાંતાના રાજવી પરમવીર સિંહ પણ જોડાયા હતા.
બીજી તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા હોટલ સન પ્લાઝા ની બાજુમાં જાહેર સભા યોજીને ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થકો સાથે દાંતા પ્રાંત અધિકારી ને ઉમેદવારી પત્ર સોંપ્યું હતું. ભાજપ કરતાં કોંગ્રેસમાં વધુ ભીડ જોવા મળી હતી. બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ ગઢવી પણ હાજર રહ્યા હતા.મંગળવારે દાંતા પ્રાંત કચેરીમાં 11 ઉમેદવારો વચ્ચે 22 ફોર્મનું વિતરણ થયું હતું.

:- બન્ને પાર્ટીનાં ઉમેદવારોએ જીતના દાવા કર્યાં :-

ફોર્મ ભર્યા બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતના દાવા કર્યા હતા. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે દાંતા વિધાનસભા સીટ પર કોંગ્રેસનો પંજો આવે છે કે પછી કમળ ખીલે છે કે પછી જાડુ જીતી જાય છે.

રિપોર્ટ નીલેશ શ્રીમાળી દાંતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]