ગુજરાતીની સંસ્કૃતિ જાળવી રાખવા એક નવી પહેલ સંગીત કલાકારો, કવિ,લેખક,લેખિકાઓ કરી રહ્યાં છે પુસ્તક પરબ ની મુલાકાત. - At This Time

ગુજરાતીની સંસ્કૃતિ જાળવી રાખવા એક નવી પહેલ સંગીત કલાકારો, કવિ,લેખક,લેખિકાઓ કરી રહ્યાં છે પુસ્તક પરબ ની મુલાકાત.


અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભાજપ અને જુદી જુદી સામજીક સંસ્થાઓના સહિયોગ દ્વારા દર રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે, આ પુસ્તક પરબમાંથી પુસ્તકોના માધ્યમથી ગુજરાતની વિસરતી સંસ્કૃતિ અને વારસાના પ્રવાહનો ધોધ વહેતો જોવા મળે છે અને આ પુસ્તક પરબ એટલે આપણી ગુજરાતની સંસ્કૃતિ અને વારસા ને સાચવવાનો એક નવતર પ્રયોગ પણ ચોકકસ કહી શકાય,

આજ રોજ ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ અમદાવાદ શહેરના રાયપુર વિસ્તારમાંથી હાલમાં ભાજપના મહામંત્રી અને ખાડિયા જમાલપુરના પૂર્વ ધારાસભ્ય ભુષણભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા લોક ગાયક પ્રફુલભાઈ દવે અને તેમના દીકરા હાર્દિકભાઈ દવે ને પરબડી ની પોળ પાસે પુસ્તક પરબે આમંત્રિત કર્યા હતા...પણ અનિવાર્ય સંજોગોના કારણે લોક ગાયક પ્રફુલભાઈ દવે ઉપસ્થિતિ રહી ન શક્યા હતા પણ તેમના દીકરા હાર્દિકભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા,

થોડા દિવસો અગાઉ એક ખ્યાતનામ લેખિકા કાજલ ઓઝા વૈધે પણ રાયપુરની આ પુસ્તક પરબની મુલાકાત કરી હતી અને લેખિકા કાજલ ઓઝા વૈધે એ દિવસે અમદાવાદ, રાયપુર અને ગુજરાતની કેટલીક યાદગાર ક્ષણો ને યાદ કરી સંવાદ કર્યો હતો અને યુવા પેઢી ને વાંચન ની કેળવણી જળવાય એ પણ જણાવ્યું હતું,

હવે ગુજરાતી સમાજની સંસ્કૃતિ જાળવી રાખવા સંગીત કલાકારો, કવિ અને લેખક લેખિકાઓ દ્વારા પુસ્તક પરબ ની મુલાકાતે વળ્યા છે જેનું મુખ્ય કારણ...આજનું યુવાધન ગુજરાતી સમાજની અને વારસાની સંસ્કૃતિથી અજાણ છે કારણ એક જ છે મોબાઇલ, કોમ્પ્યુટર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો અતિરેક વપરાશ અને સામાન્ય જીવનમાં વારસો અને સંસ્કૃતિ સાચવતા આ પુસ્તક અને પુસ્તકોનું વાંચન કરવા લાયક પુસ્તકો નવી પેઢી ના યુવાનો ભુલાઈ રહ્યાં છે આજે જે ગુજરાતની વિસરતી સંસ્કૃતિ અને અસ્મિતાનો વારસો સામજીક દૃષ્ટિએ જોવા જઈએ તો ખુબજ ચિંતાજનક કહી શકાય.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.