અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે, સાવધ રહેજો - At This Time

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડી શકે, સાવધ રહેજો


અમદાવાદ,તા. 09 ઓગષ્ટ 2022,મંગળવારરાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. આજથી અમદાવાદ, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો 75 ટકા વરસાદ નોંધાયો છે.  - રાજ્યના 153 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદછેલ્લા 24 કલાકના વરસાદી આંકડાની વાત કરીએ તો, સોમવારે રાજ્યના 153 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ વરસાદ અને રાજકોટના જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આજે મંગળવારે સવારથી 2 કલાકમાં 26 તાલુકામાં વરસાદ છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયો વરસાદી આંકડા પર નજર કરીએ તો, ખેડાના કઠલાલમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ પડ્યો છે. તો મહિસાગરના સંતરામપુર, કડાણા પોણો ઈંચ વરસાદ અને 3 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. - રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહીરાજ્યનાં અનેક જિલ્લામાં  હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશ. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદ થવાની સંભાવના છે. સાથે જ સૌરાષ્ટ્ર, બનસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં આજે સવારથી જ અંધારપટ જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં આજે છૂટોછવાટો વરસાદ પડ્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.