રાષ્ટ્રભક્તિની દુહાઈ દેતા ભાજપના રાજમાં ભારત માતાના મંદિરના હાલ બેહાલ - At This Time

રાષ્ટ્રભક્તિની દુહાઈ દેતા ભાજપના રાજમાં ભારત માતાના મંદિરના હાલ બેહાલ


- ગુજરાતના એક કરોડ ઘરો પર તિરંગો લાગશે પણ ઓલપાડના ભારત માતાના મંદિર પર નહીં લાગી શકે- છેલ્લા ઘણા વર્ષોથી ભારત માતાનું મંદિર જર્જરીત થયા છતાં કોઈપણ રાજકીય નેતાના પેટનું પાણી હાલતું નથીસુરત,તા.09 ઓગષ્ટ 2022,મંગળવાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હરભજન તિરંગા અભિયાન હેઠળ ગુજરાતના એક કરોડ કરો અને ઓફિસોમાં તિરંગો ફરકાવવા માટે આયોજન થઈ રહ્યું છે. ગુજરાતની એક કરોડ મિલકત પર  તિરંગો લહેરાશે પરંતુ સુરત નજીક આવેલા ઓલપાડના ભારત માતાના મંદિર ઉપર શાનથી તિરંગો લહેરાવી શકાશે નહીં. કોઈપણ પ્રકારની કાળજી ન લેવાતા ઓલપાડમાં આ ભારત માતાનું મંદિર ખંડેર હાલતમાં થઈ ગયું છે. હર ઘર તિરંગા અભિયાનની સાથે ભારતમાતાનું જર્જરિત થયેલું મંદિર પણ શાનદાર બનાવવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.લોકોને રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવવાનો દાવો કરતા ભાજપના રાજમાં ઓલપાડ ખાતે ભારત માતાનું મંદિર ના બેહાલ થઈ ગયા છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા હર ઘર તિરંગા અભિયાન ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનને કારણે નાના બાળકોથી મારીને વડીલોમાં તિરંગા પ્રત્યે માન વધ્યું છે અને તેને ખરીદીને ફરકાવવા માટે તેઓ તલપાપડ બન્યા છે. સુરતમાં તિરંગા અભિયાન વખતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાતના એક કરોડ ઘર અને ઓફિસ પર તિરંગો લહેરાશે. જોકે જે રીતે લોકો તિરંગો ખરીદી રહ્યા છે તે જોતા મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા એક કરોડ નો આંકડો પાર કરી જાય તેવી શક્યતા પણ છે.ગુજરાતના એક કરોડ ઘર પર તિરંગો  ફરકાવવા મા આવશે પરંતુ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આવેલા ભારત માતાના મંદિર પર આ તિરંગો કોઈપણ નેતા શાનથી  ફરકાવી શકે તેમ નથી. કારણ કોઈ  પ્રકારની  કાળજી ન રખાતા ભારત માતાનું મંદિર ખંડેર બની ગયું છે. છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં ભારત માતાના મંદિર પ્રત્યે દુર્લક્ષ તા  દાખવવામાં આવી રહી છે. ભારત માતાના નામે મત માગનારા નેતાઓને ધ્યાને હજી ભારત માતાના મંદિરની દુર્દશા નજરે પડી નથી તેથી તેને રિપેર કરવામાં આવતું નથી. દરેક ચૂંટણીમાં ભાજપના નેતાઓ ભારત માતાકી જયના બુલંદી નારા લગાવે છે અને ચૂંટણી જીતી પણ જાય છે. કેમ છતાં સ્થાનિક થી માંડીને પ્રદેશના નેતાઓ સુધી કોઈ પાસે ભારત માતાના મંદિરના જીર્ણોદ્ધારનો સમય નથી. જેના કારણે ઓલપાડમાં આવેલું ભારતમાતાનું મંદિર હાલ પડવાના વાંકે ઉભું રહ્યું છે. આ અભિયાનમાં પણ ભાજપના નેતાઓ ભારત માતા કી જયના નારા લગાવશે અને તિરંગો લહેરાવશે પરંતુ જે ભારત માતાની જય બોલાવવામાં આવે છે તેમનામાં  મંદિર પર તિરંગો ફરકાવવા જવાની હિંમત કરી શકે તેમ નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.