માઠા સમાચાર / અમદાવાદ સહિતના શહેરોમાં CNG અને PNGમાં ભાવ વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચુકવવા પડશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/matha-samachar-cng-and-png-prices-increase-in-cities-including-ahmedabad-know-how-much-rupees-have-to-be-paid-now/" left="-10"]

માઠા સમાચાર / અમદાવાદ સહિતના શહેરોમાં CNG અને PNGમાં ભાવ વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચુકવવા પડશે


આ વર્ષની શરૂઆતથી જ અમદાવાદ સહિતના શહેરોમાં ગેસના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાકાળ પછીથી સામાન્ય વ્યક્તિને એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે ફરી એક વખત ગેસના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં અદાણી ગ્રુપે CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે મુંબઈમાં વિતરક મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ CNGના ભાવમાં 6 રૂપિયાનો વધારો થયો છે. તેની સાથે PNGના ભાવમાં પણ 4 રૂપિયાના વધારાની જાહેરાત કરવામાં આવી છે.

એપ્રિલ પછી ભાવમાં આ છઠ્ઠી વખત વધારો

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે કુદરતી ગેસના ભાવમાં વધારો થતાં ભાવમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સપ્તાહોથી સપ્લાયર્સ અને ડિસ્ટ્રીબ્યુટરોએ વધતા ભાવોને કારણે ઔદ્યોગિક પુરવઠો ઘટાડવાની ફરજ પડી હતી. આ વર્ષે એપ્રિલ પછી કિંમતમાં આ છઠ્ઠો વધારો છે.

MGL એ નિવેદનમાં શું કહ્યું

MGLએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગેસની કિંમતમાં નોંધપાત્ર વધારાને કારણે અમે ખર્ચને આવરી લેવાનો નિર્ણય કર્યો છે. તેથી અમે CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના છૂટક ભાવમાં 86 રૂપિયા પ્રતિ કિલો અને સ્થાનિક PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ના રિટેલ ભાવમાં 52.50 રૂપિયા (પ્રતિ યુનિટ) સુધીનો વધારો કર્યો છે. અગાઉ CNG 80 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી 48.50 રૂપિયા પ્રતિ યુનિટ સુધી મળતું હતું.

અદાણી ગ્રુપે ભાવમાં વધારો કર્યો

અદાણી ગ્રુપ દ્વારા CNG ગેસમાં પ્રતિ કિલોએ 1.99 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. આ નવો ભાવવધારો તાત્કાલિક પ્રભાવથી  અમલી ગણાશે. નવા ભાવવધારા સાથે અદાણી સીએનજીનો ભાવ પ્રતિકિલોએ રૂપિયા 85.89 ઉપર પહોંચ્યો છે. આમ સીએનજીનો ભાવ 83.90 રૂપિયા હતો તે વધીને 85.89 રૂપિયા રહેશે.

સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં CNG કીટ ફીટ કરાવનારા લોકોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]