દિન જાગો ગ્રાહક જાગો જનજાગૃતિ ઓ તોલ માપ વિજ્ઞાન કાયદા નિયંત્રણ પછી પણ છેતરાય તો ગ્રાહકો જ ? બેસ્ટ બીફોરમી ઉત્પાદક થી ઉપભોગતા સુધી પહોંચતી વસ્તુ ઓનું પેકેટીંગ પ્રક્રિયા સર્ટીફિકેશન ટેગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/mamtjtar1tkjwtu1/" left="-10"]

દિન જાગો ગ્રાહક જાગો જનજાગૃતિ ઓ તોલ માપ વિજ્ઞાન કાયદા નિયંત્રણ પછી પણ છેતરાય તો ગ્રાહકો જ ? બેસ્ટ બીફોરમી ઉત્પાદક થી ઉપભોગતા સુધી પહોંચતી વસ્તુ ઓનું પેકેટીંગ પ્રક્રિયા સર્ટીફિકેશન ટેગ


જાગો ગ્રાહક જાગો જનજાગૃતિ ઓ તોલ માપ વિજ્ઞાન કાયદા નિયંત્રણ પછી પણ છેતરાય તો ગ્રાહકો જ ?

ઉત્પાદક થી ઉપભોગતા સુધી પહોંચતી વસ્તુ ઓનું પેકેટીંગ પ્રક્રિયા સર્ટીફિકેશન ટેગ બેસ્ટ બી ફોરમી ધારા ધોરણ નો અમલ ક્યાં ?

વાકેફ બનો કોઈ પણ વસ્તુ ખરીદી તેની ગુણવત્તા ડેટ તેમાં વપરાયેલ વસ્તુ તપાસો ચેતતાનર સદા સુખી

મોટા ભાગ ની ખરીદ શક્તિ સ્ત્રી આધારિત થતી હોય છે અનેકો અનેક જાગૃતિ સેમિનારો પ્રચાર પ્રચાર પછી પણ છેતરાય તો ગ્રાહક જ ને ? તોલ માપ વિજ્ઞાન સર્ટીફિકેશન ટેગ પેકેટીંગ પ્રક્રિયા બેસ્ટ બીફોર મી ઉત્પાદક થી ઉપભોગતા સુધી પહોંચતી દરેક વસ્તુ માટે માપદંડ કયદા ઓ નિયંત્રણ હોવા છતાં ગ્રાહકો છેતરાય જ છે ને ? વિશ્વ ગ્રાહક અધિકાર દિન આંતરરાષ્ટ્રીય ગ્રાહક ચળવળને સંબંધિત ઉજવણી માટેનો વાર્ષિક પ્રસંગ છે. આ દિન ૧૫ માર્ચ ૧૯૬૨ના રોજ ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ જહોન એફ. કેનેડી દ્વારા નિર્મિત ચાર મૂળભૂત ગ્રાહક અધિકારોની જાહેરાતની યાદ અપાવે છે.આ જાહેરાતને સરકારો દ્વારા આંત૨૨ાષ્ટ્રીય માન્યતા મળતી ગઈ અને યુએન દ્વારા ૧૯૮૫ની તેની ઐતિહાસિક ગ્રાહક સુરક્ષા માર્ગદર્શક રેખામાં જાહેર કરાયું કે બધા નાગરિકોને તેમની આવક કે સામાજિક સ્થિતિથી અસંલગ્ન રીતે ગ્રાહક તરીકે કેટલાક મૂળભૂત અધિકારો છે. આ વર્ષો દરમિયાન અધિકારોની કુલ સંખ્યા આઠ થઈ છે જે મળીને વિશ્વ ગ્રાહક ચળવળ તથા ગ્રાહક ઇન્ટરનેશનલના કાર્યનો પાયો રચે છે.
મૂળભૂત જરૂરિયાતોના સંતોષનો અધિકાર - સલામતીનો અધિકાર - માહિતીનો અધિકાર - પસંદગીનો અધિકાર - શ્રવણનો અધિકાર - ગ્રાહક શિક્ષણનો અધિકાર નુકસાનીના વળતરનો અધિકાર - તંદુરસ્ત અને સુદૃઢ પર્યાવરણનો અધિકાર.બક્ષે છે
વિશ્વના બધા પ્રદેશોમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિન ઊજવાય છે અને દર્શાવાય છે કે ગ્રાહકોના અધિકારોને માન્યતા તથા રક્ષણ એ સામાજિક અને આર્થિક વિકાસનું મહત્ત્વનું તથા મૂલ્યવાન દર્શક છે.
જાગૃત બની પોતાના અધિકારોનો ઉપયોગ કરે જેથી બજારના શોષણથી બચી શકે. ગ્રાહકો ગ્રાહક અદાલતોનો પણ સંપર્ક કરી શકે છે. જ્યાં ગ્રાહકોની ફરિયાદોના નિકાલ માટે નિઃશુલ્ક સેવા મળે છે. કાયદાનું શાસન અને ગ્રાહકનો અધિકાર લોકશાહીનો પાયાના પથ્થર સમા છે.
શું તમે જાણો છો કે તમે એક ગ્રાહક છો ?
જે કોઈ તે / તેણી માલસામાન કે સેવા પોતાના ઉપયોગ માટે ખરીદે છે તે એક ગ્રાહક છે.એવા માલ કે સેવાનો ઉપયોગ ખરીદનારની મંજૂરીથી
જે કરે છે તે પણ એક ગ્રાહક છે. ગ્રાહક તરીકે તમારે યાદ રાખવું જોઈએ
તમારો એ અધિકાર છે કે તમે યોગ્ય માપદંડ ધરાવતો માલ અને સેવાઓ ક્ષતિ/કમીથી મુક્ત અને પ્રતિબંધિત /ગે૨૨ીતિયુક્ત વેપારી પ્રવૃત્તિથી તે મુક્ત હોય.
તમામ ખરીદી સામે તમારે યોગ્ય રસીદ / બિલ / કેશ મેમો, વોરન્ટી | ગેરન્ટી કાર્ડ મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. વેચનાર / સેવા આપનાર તેનો ઇન્કાર કરી શકે નહીં.તમને કોઈ ક્ષતિયુક્ત માલ વેચાતો મળ્યો હોય તો તે બદલી આપવા મરામત કરી આપવા માટેની માગણીનો તમારો અધિકાર છે. “એક વખત વેચાયેલો માલ પરત લેવા / બદલી આપવા” વગેરેનો કાયદા હેઠળ સમાવેશ થતો નથી.
તમને શું લાભ મળે છે. ગેરરીતિ આચરનારા અપ્રમાણિક વેપારી ઉત્પાદકો અને સેવાઓ આપનારા તમારું શોષણ કરી શકતા નથી.
આપણા દેશ માં ગ્રાહક સુરક્ષા ધારો, ૧૯૮૬ તમને તમારા ગ્રાહક તરીકેના અધિકારની ખાતરી આપે છે, જેમાં તમામ માલ સામાન અને સેવાઓ કે જેની ખરીદી વેપારી / પુનઃ વેચાણના હેતુ માટે ન કરી હોય તે તમામનો સમાવેશ થાય છે. આ કાયદો તમામ ક્ષેત્રોને લાગુ પડે છે પછી ભલે તે સરકારી, ખાનગી કે સહકારી હોય.આ કાયદા હેઠળ સ્થપાયેલી રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ગ્રાહક અદાલતો વધુ કિંમતની ચુકવણી સહિતની તમામ ગ્રાહકની ફરિયાદોનો સરળ, ઓછો ખર્ચાળ અને ઝડપી ઉકેલ લાવશે. તમે તમારી ફરિયાદ કોરા કાગળ પર કોઈપણ જાતની કોર્ટ ફી વિના કરી શકો છો. તમારે કોઈ વકીલની પણ જરૂર નથી.
રૂા. વીસ લાખ સુધી જિલ્લા ફોરમનો, રૂા. ૨૦ લાખથી રૂા. એક કરોડ સુધી રાજ્ય પંચનો અને રૂા. એક કરોડથી વધુ વળતર મેળવવા માટે રાષ્ટ્રીય આયુક્તનો સંપર્ક સાધવો જોઈએ.વધુ વિગતો મેળવી શકાશે
જિલ્લા કલેક્ટર સચિવો, રાજ્ય સરકારના ગ્રાહક બાબતોના ઇન્ચાર્જ અથવા સ્વૈચ્છિક ગ્રાહક સુરક્ષા સંસ્થા તમારા વિસ્તારની. સંપર્ક કરવો.કોઈ ગ્રાહક તરીકેનો વિવાદ ? સંપર્ક કરો ગ્રાહક અદાલતનો. ઝડપી ઉકેલ માટે સાવચેત રહો.દર વર્ષ ની તા. ૨૪ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની પણ ઉજવાય છે

નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]