પતિએ પુત્રને ઠપકો આપતાં પત્નીએ ફીનાઇલ ગટગટાવી - At This Time

પતિએ પુત્રને ઠપકો આપતાં પત્નીએ ફીનાઇલ ગટગટાવી


આજીડેમ ચોકડી પાસે સુંદરમ પાર્કમાં રહેતાં પૂજાબેન રાકેશભાઈ ટંકારીયા(ઉ.વ.29) ગત રાત્રીના પોતાના ઘરે ફીનાઇલ ગટગટાવી લેતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં જેમને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાના પતિએ જણાવ્યું હતું કે હું ચાંદીકામનો ધંધો કરું છું અને અમારા લગ્નને 14 વર્ષ થયેલ છે અને સંતાનમાં એક પુત્ર છે જે ગત રાત્રિએ ઘરે મોડેથી આવતાં મેં તેમને વહેલાં આવવા માટે ઠપકો આપ્યો હતો જે વાતનું મારી પત્નીને માઠું લાગી આવતાં પગલું ભર્યું હતું.બીજા બનાવમાં ધરમનગર આવાસ ક્વાર્ટરમાં રહેતાં દીપકભાઈ દિનેશભાઇ પરમાર (ઉ.વ.24) ત્રણ દિવસ પહેલા વધુ પડતી ઊંઘની ગોળી પી લેતાં બેભાન થઈ ઢળી પડ્યો હતો જેમને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon