લિંબડી નિંબારક પીઠ મોટા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી હાજરી આપે તેવી શકયતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/maaaaetgwceb9wyp/" left="-10"]

લિંબડી નિંબારક પીઠ મોટા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી હાજરી આપે તેવી શકયતા


સુરેન્દ્રનગરના લીંબડીમાં 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પ્રતિષ્ઠા મહોત્સવ હાજરી આપે તેવી શક્યતા છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના કેબિનેટ મંત્રીઓ અને નેતાઓ ઉપસ્થિત રહેશે જેમાં 235 મણ પંચ ધાતુનો બનેલો ધર્મસ્થંભ સ્થાપિત કરાયો હતો લીંબડી છોટા કાશી નગરી તરીકે ઓળખાય છે ત્યારે લાઇટિંગથી લીંબડી આજુબાજુના 200થી વધુ મંદીરને શણગાર કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી ફરી રામમય બનશે જેની તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે જેમાં 1111 મહાકુંડી યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે લીંબડીમાં 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રવેશદ્વાર એટલે લીમડી ગણવામાં આવે ત્યાંથી સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં જવા માટે ફરજિયાત પણે લીમડી એટલે છોટા કાશી નું બિરુદ પામેલ આ ગામ ધર્મમય માહોલ કાયમી છવાયેલો રહે છે ત્યારે આવતીકાલે ત્રણ ફેબ્રુઆરીથી સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી છોટા કાશી તરીકે ખ્યાતનામ પામેલું ગામ આવતીકાલે જ્યારે મોરારીબાપુની કથા નો પ્રારંભ થવાનો છે ત્યારે લીમડી રામમય બનશે જેની સંપૂર્ણપણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને 1111 મહા કુંડી યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે લીમડી છોટા કાશી તરીકે ખ્યાતનામ પામેલ છે ત્યારે મોરારીબાપુની કથાઓની સાથોસાથ નાના મોટા આવેલા બસો જેટલા મંદિરોમાં પણ ભવ્ય શણગાર સજવામાં આવ્યો છે અને આખું ગામ ભક્તિમય ના રંગે રંગાયું છે ત્યારે આ કાર્યક્રમમાં પોથી યાત્રા અને દીપ પ્રાગટ્ય સાથે કથા નો પ્રારંભ થશે ભગવાન ચત્રભુજ રહીને ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠા વિધિ સાથે સ્થાપિત કરાશે આ વિધિમાં લીમડી રાજવી પરિવાર ઉપરાંત સાધુ સંતો મહંતો જોડાશે જ્યારે કથા દરમિયાન સંત મિલન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે આ તમામ કાર્યક્રમનું આયોજન મોટા મંદિરના 108 મહામંડલેશ્વર લલિત કિશોરદાસજી ગુરુ બાળ કૃષ્ણદાસજી અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા રામકથા સાથેના ધર્મોત્સવનો લાભ લેવા લોકોને આજે અનુરોધ કરવામાં આવ્યો છે અને દરરોજ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]