જીએચસીએલ ફાઉન્ડેશન, વિક્ટર દ્રારા માછીમારોને સાધન-સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

જીએચસીએલ ફાઉન્ડેશન, વિક્ટર દ્રારા માછીમારોને સાધન-સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો


જીએચસીએલ ફાઉન્ડેશન, વિક્ટર સી.એસ.આર. અંતર્ગત આજુબાજુના ગામડાઓમા ગ્રામ વિકાસ ની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જે સંદર્ભે તા.06.05.2023ને શનિવાર ના રોજ વિક્ટર મુકામે માછીમાર આજીવિકા વિકાસ કાર્યક્રમ હેઠળ માછીમારોને તેમનાં વ્યવસાય ઉપયોગી સાધન સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા 500 કિલો માછલી પકડવાની જાળ, 17 આઇસ બોક્સ, 9 મોટી છત્રી તથા 8 વજન કાંટા નુ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિશરીઝ ડીપાર્ટમેન્ટ, જાફરાબાદ તરફથી શ્રી. મકરાણી સાહેબ ખાસ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. અને ડીપાર્ટમેન્ટ તરફથી ચાલતી યોજનાઓ વિશે વાત કરી હતી. આ કાર્યક્રમ મા આશરે 90 લોકો સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા જીએચસીએલ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉપાડી હતી.

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.